રાજ્યમાં સૌપ્રથમ કરાયું ફેફસાનું દાન, 2 લોકોને મળશે નવી જિંદગી

ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. સુરતના કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન આપવામાં આવ્યુ છે.

સુરતના અડાજણ ખાતે  રહેતા 42 વર્ષીય વ્રજેશ શાહનું ફેફસાનું અને હ્દયનું દાન કરાયું છે. વ્રજેશભાઇને તબીબે તેમને બ્રેઇન ડેથ જાહેર કર્યા હતા. આ વાતની જાણ ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડવેવાલાને કરવામા આવી હતી. નિલેશભાઇએ પરિવારજનોની સંમતિથી બ્રેઇનડેડ એવા વ્રજેશભાઇના ફેંફસા, કિડની, લીવર, હાર્ટ ડોનેટ કરાવવા રાજી કરી લીધા હતા.

 

READ  4 dead, many feared trapped as Mumbai building collapses - Tv9 Gujarati

ગુજરાતનો સૌ પ્રથમ એવો કિસ્સો હશે. જ્યા ફેંફસા ડોનેટ કરી કોઇને નવજીવન આપવામા આવશે. વ્રજેશભાઇના અંગદાનથી સાત લોકોને નવજીવન મળશે. તેમનુ હાર્ટ મુંબઇ ફોર્ટીસ હોસ્રિટલ અને ફેંફસા બેંગલોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલને કરવામા આવ્યુ છે. બમરોલીની યુનિક હોસ્પિટલથી ગ્રીન કોરીડોરની મદદથી હાર્ટ 90 મીનીટમા 269 કિમીનું અંતર કાપી મુંબઇ મોકલવામા આવ્યુ હતુ તો સાથોસાથ 195 મિનિટમાં 1293 કિમીનું અંતર કાપી બેંગ્લોર મોકલવામા આવ્યુ હતુ. આમ પરિવારજનોના નિર્ણયથી નવી જિંદગી મળશે.

READ  M.S University students protest over 'lack of facilities' in hostel, Vadodara - Tv9 Gujarati

 

Ahmedabad man fined Rs 11,500 for flouting traffic rules | Tv9GujaratiNews

FB Comments