• March 24, 2019

સુરતમાં એક ચાવીવાળો નીકળ્યો કરોડોની ચોરીનો માસ્ટરમાઈન્ડ, 70 દુકાનોમાં કરી ચોરી, દરેક ચોરીમાં લેતો હતો ભાગ

સુરતના કાપડ માર્કેટની દેશભરમાં બોલબાલા છે. ત્યારે ફરી એક વાર સુરતનું કાપડ માર્કેટ ચર્ચામાં આવ્યું છે. પરંતુ આ વખતે તેનું સમાચારમાં આવવાનું કારણ છે અહીંની 50થી વધુ દુકાનોમાં ચોરી કરતા ચોરોના લીધે.

સુરત ડાયમંડ અને કાપડ માર્કેટને ઉદ્યોગને લઈ આખી દુનિયામાં જાણીતું છે. જ્યારે GST લાગુ કરવામાં આવ્યું ત્યારે કાપડ માર્કેટમાં વેપારીઓ દ્વારા ભારે હંગામો અને વિરોધ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ રાધાકૃષ્ણ માર્કેટમાં કરોડો રૂપિયાની ચોરી મામલે સુરત કાપડ માર્કેટનું નામ બહાર આવ્યું. થોડા મહિના પહેલ રાધાકૃષ્ણ માર્કેટમાં એક કૌભાંડ ચાલી રહ્યું હતું જ્યાં માર્કેટના સિક્યોરીટી ગાર્ડ સાથે મળી કેટલાક ઈસમો રવિવાર રજાના દિવસે બંધ ઓફિસ કે દુકાનોમાંથી થોડી થોડી કાપડની ચોરી કરવામાં આવતી હતી.

વેપારીઓએ લીંબાયત વિસ્તારમાંથી ચોરીનું ગોડાઉન પકડી પાડ્યું હતું જ્યાંથી 1 કરોડથી વધુનો ચોરીનો માલ મળી આવતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના ચોરીના નોંધવામાં આવ્યા હતા. છતાં પણ માર્કેટ ચાર દિવસ બંધ રાખતા આખા ચોરી કૌભાંડની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ત્યારે એક પછી એક નવા આરોપીઓએ પકડી રહી છે.

સુરતના કાપડ માર્કેટમાં આવેલ રાધા કૃષ્ણ માર્કેટમાં લાખોના કાપડ ચોરી મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને તપાસ સોંપાવામાં આવી હતી. અને હવે આ ક્રાઈમને લઈને જે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તેનાથી સુરતના કાપડ માર્કેટમાં થતી તમામ ચોરીઓના ભેદ ઉકેલાઈ જશે તેવું લાગી રહ્યું છે. અહીં ચોરી કરતા ચોર, સૌથી પહેલા દુકાનની ડુપ્લિકેટ  ચાવીઓ બનાવડાવતા હતા. અને આ દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવનાર ઈસમની આખરે પોલીસે ધરપકડ કરી છે. આખરે આ ઇસમે અત્યાર સુધીમાં 50થી વધુ દુકાનોના તાળાની ચાવીઓ બનાવી ચોરીમાં  સહકાર આપતો હોવાની કબૂલાત કરી છે.

આ આરોપીનું નામ છે અસલમ ચાવીવાળા શેખ.

જુઓ VIDEO:

આ ચાવીવાળો લોકોને લૂંટતા ચોરોને લૂંટવામાં કંઈ બાકી ન રાખતો. સામાન્ય રીતે એક ડુપ્લિકેટ ચાવીની કિંમત 150-200 રૂપિયા થાય પરંતુ અસલમ એક ડુપ્લિકેટ ચાવી બનાવવાના રૂ.5 હજાર લેતો હતો. જ્યારે કે જો કોઈ ચોર રવિવારના દિવસે ડુપ્લિકેટ ચાવીની માગ કરે તો રૂ.15 હજારમાં એક ચાવી બનાવી આપતો.

આ કાપડ ચોરી કૌભાંડમાં રવિવારના દિવસે દુકાનોની ડુપ્લિકેટ ચાવી બનાવનાર ઈસમની પોલીસે ધરપકડ કરી. ચોરી કરનાર ગેંગ આ ઈસમને જ ડુપ્લિકેટ ચાવી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતી.

પોલીસે પૂછપરછ કરતા એક પછી એક હકીકતો બહાર આવા લાગી. કોઈ પણ ચોરી કરતી વખતે ચોરોની સાથે આ અસલમ સાથે જ હાજર રહેતો. ચોર જે દુકાન બતાવે તે દુકાનના શટરમાં લાગેલ લોકની ડુપ્લિકેટ ચાવી અસલમ બનાવી આપતો. અત્યાર સુધીમાં આ એક માર્કેટમાં 70થી વધુ દુકાનોના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી આપી છે એટલે કહી શકાય કે અસલમ જે દુકાનોની ચાવી બનાવતો, તે દુકાનોમાંથી તસ્કરો થોડી થોડી, જે રીતે માલિકને કોઈ ખબર ન પડે તે રીતે કાપડની ચોરી કરતા હતા. ચોરી કરી ફરી લોક મારી દેતા જેથી વેપારીને કોઈ ખ્યાલ ના આવતો હતો.

હાલમાં પોલીસે અસલમ ચાવીવાળા શેખની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની માગ કરી છે. વધુ પૂછપરછમાં બીજા અનેક ખુલાસા થાય તેવી સંભાવના છે કારણ કે માત્ર આ જ વ્યક્તિ પાસે દરેક દુકાનની ડુપ્લિકેટ ચાવીનો કોન્ટ્રાકટ હતો.

[yop_poll id=1410]

Gujarat: Devji Fatehpara angry after not getting BJP LS ticket from Surendranagar- Tv9

FB Comments

Hits: 847

Baldev Suthar

Read Previous

ભાગેડુું વિજય માલ્યા થાકી ગયો ભાગતાં-ભાગતાં, પહેલા અકડ બતાવનાર માલ્યા હવે કરી રહ્યો છે PM મોદીને આ અપીલ

Read Next

ઘણા CRICKETERS ને હૉસ્પિટલ પહોંચાડી ચુકેલો સૌથી ખતરનાક બૉલર શોએબ અખ્તર ક્રિકેટની દુનિયામાં 8 વર્ષ બાદ કરી રહ્યો છે COMEBACK : જુઓ VIDEO

WhatsApp chat