ગુજરાતમાં ફરી સામે આવી ત્રણ તલાકની ઘટના, પતિએ ફોન પર આપી દીધા તલાક

ત્રણ તલાકના કેસો બનતા અટકે અને મુસ્લિમ મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા ત્રણ તલાક બિલ પસાર કરવામાં આવ્યું છે. પરંતુ તેની અસર હજૂ સુધી જોવા મળી રહી નથી. ત્યારે ગુજરાતમાં ફરી એકવખત ત્રણ તલાકની ઘટના સામે આવી છે. સુરત અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિએ ફોન પર ત્રણ તલાક આપ્યાની ઘટના સામે આવી છે.

READ  Congress conspired to destroy NCP, says Praful Patel - Tv9 Gujarati

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

તલાકની ભોગ બનેલી મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાનું કહેવું છે કે તેના પતિ મહમદ ઉર્ફે વસીમ પઠાણે ફોન કરીને તલાક આપી દીધા. આરોપી પીડિતાને સતત માનસિક ત્રાસ આપતો હતો. પીડિતાએ એમપણ કહ્યું હતું કે પોલીસે પહેલા ત્રણ તલાકનો ગુનો નોંધવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, હજી સુધી ત્રણ તલાક કાયદો અમલમાં આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રસોડા મુલાકાતના પરિપત્ર સામે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ

એટલે જ્યારે અમલમાં આવે ત્યારે ફરિયાદ નોંધીશું. જો કે નવા કાયદાનું એમેનમેન્ટ મળતા પોલીસે મહિલાની ફરિયાદ ત્રણ તલાકના નવા કાયદામાં નોંધવવામાં આવી. હાલ તો પોલીસ ત્રણ તલાક કાયદા હેઠળ આરોપી પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  CAAના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જીદ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 

FB Comments