સુદીપ નંદન નામના યુવકને ચોરીની શંકામાં માર મારતા કર્યો આપઘાત, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ

સુરતના રાંદેરમાં 23 વર્ષીય યુવક સુદીપ નંદન નામના એક યુવકને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ કેસમાં રાંદેર પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં કોંગ્રસની મહિલા અગ્રણી મેઘના પટેલનો પણ સમાવેશ થાય છે. મેઘના પટેલ પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે. મેઘના પટેલ ઉપરાંત દેવનારાયણ સુબલ, શ્રેયા સુબસ, ચિરાગ ખંડેરિયા, તરૂણ નાગર અને અર્જુન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

READ  I Am Not In Touch with Any Congress MLA, says Shankersinh Vaghela - Tv9 Gujarati

આ પણ વાંચોઃ માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ બ્લેકમેઈલ થતા હોવાની નોંધાવી ફરિયાદ

FB Comments