સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર

Giant Kite Surat

Giant Kite Surat

આ ઉતરાયણમાં સુરતમાં બનેલો આ સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોના પેચ કાપશે. સુરતમાં રહેતા અજય રાણા છેલ્લા 10 વર્ષથી મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓ 4 ફૂટથી લઈને 7 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે.

Giant Kite Surat

ગયા વર્ષે તેમણે 18 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગરસિકની ડિમાન્ડને લઈને 20 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ બનાવતા તેમને 6 દિવસ લાગ્યા હતા અને 4 લોકોની મદદ લીધી હતી. આ પતંગ વિશેષ દોરીની મદદથી ઉડાવવામાં આવશે અને તેને ઉડાવવા માટે 10 વ્યક્તિઓની જરૂર પડશે.

જુઓ VIDEO :

અજય રાણા પાસે આવા બીજા પતંગ પણ છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની હોય છે. આમ, આ મહાકાય પતંગ બીજા બધા નાના પતંગોના પેચ કાપી દેશે.

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

VishwaCup 2019 : Amdavadis set to tune in for India Vs Pakistan mega-match |Tv9GujaratiNews

FB Comments

Parul Mahadik

Read Previous

આ ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં આવે કે આ એક સરકારી શાળા છે, તમને પણ થશે ફરી ભણવાનું મન

Read Next

‘પરીક્ષામાં પાસ થવું હોય તો દરિયામાં ન્હાવું પડે, હોટેલમાં રહેવું પડે’ વિદ્યાર્થીનીઓ સામે આવી શરતો મૂકતો સૌરાષ્ટ્ર યુનિ.નો આ પ્રોફેસર

WhatsApp પર સમાચાર