સુરતમાં દુષ્કર્મ અને હત્યાનાના ગુનામાં કોર્ટે આરોપી પિતાને ફટકારી ફાંસીની સજા

સુરતમાં દુષ્કર્મ અને હત્યાનાના ગુનામાં કોર્ટે આરોપી પિતાને ફાંસીની સજા ફટકારી છે. 30 જૂન 2017ના રોજ ડુમસ રોડ પર અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોનો છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો.

READ  સુરત: નવજાત બાળકી મળી આવતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે ખુશી ખુશી રમાડી

આ પણ વાંચોઃ CAAને સમર્થન સાથે બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોક્સો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ દિંગત તેવારેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નામદાર કોર્ટે આરોપીની માનસિકતાને ધ્યાને લીધી હતી. 14 વર્ષની પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોતાનું જ પાપ છુપાવવા માટે તેણે હત્યા કરી હતી.વળી પોલીસને પણ તપાસમાં સહકાર આપ્યો નહોતો. જેથી દુર્ઘટનાની તમામ બાબતોને ખૂબ ગંભીરતાથી લઈને કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

READ  વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments