સુરતીઓ સાવધાન ! હવે રોડ પર નહીં ચલાવી લેવાય આડેધડ પાર્કિંગ, ચુકવવો પડશે મોટો દંડ, પાર્કિંગ પૉલિસી લાવનાર પ્રથમ કૉર્પોરેશન બન્યું SMC

સુરતમાં વાહનોની વધતી સંખ્યાના કારણે રોડ પર ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. તેથી હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે, પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે.

તેવામાં સુરત મહાનગરપાલિકા (SMC) ગુજરાતમાં પાર્કિંગ પૉલિસી લાવનાર પહેલી કૉર્પોરેશન પણ બની છે .એક મહિનો પ્રાયોગિક ધોરણે દરેક ઝોનમાં બે-બે રોડ ઉપર તેનો અમલ કરાવાયો હતો. હવે ગુરુવારથી તેનો આખા શહેરમાં અમલ શરૂ કરાવાય રહ્યો છે. રોડ ઉપર માર્કિંગ કરીને નક્કી કરેલી જગ્યા ઉપર ઓનરોડ પાર્કિંગ કરાવાશે અને જ્યાં નો-પાર્કિંગ હશે ત્યાં પાર્ક કરતાં અટકાવાશે. રોડ ઉપર પાર્કિંગના ચાર્જ લેવાશે. તેનો અમલ નહીં કરે તો દંડ પણ ફટકારાશે. વાહનો લોક કરી દેવાશે.
શહેરના આઠ ઝોનમાં હાલમાં 20 રસ્તા ઉપર આ પૉલિસીનો અમલ કરાવવાનું નક્કી કરાયું છે. ગુરુવારથી પાર્કિંગ પૉલિસીના અમલની સાથે ઠેર ઠેર ઘર્ષણના દૃશ્યો જોવા મળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
– ટુ વ્હીલરના 10 રૂપિયાથી 40 રૂપિયા અને કારના 25 રૂપિયાથી 80 રૂપિયા ચૂકવવા પડશે..
–  રિક્ષાના 20 રૂપિયાથી 60 રૂપિયા અને લાઈટ કાર્ગો વ્હીકલના 35થી 110 તેમજ હેવી કાર્ગો વ્હીકલના 60 રૂપિયાથી 250 રૂપિયા આપવા પડશે..
 – વાહનો નો-પાર્કિંગમાં પાર્ક કરેલા હશે તો લોક કરી દેવાશે, લોક ખોલવા ફોર વ્હીલના 100 રૂપિયા, રિક્ષા-થ્રી વ્હીલના 50 અને ટુવ્હીલરના 25 રૂપિયા દંડ ભરવો પડશે..

કયા રસ્તા પર અમલી બની છે પાર્કિંગ પૉલિસી?

સેન્ટ્રલ ઝોન
– રિંગરોડ ઉપર સબજેલ પાસે રાજહંસ બિલ્ડિંગ પાસે.
– રિંગરોડ ઉપર મજૂરાગેટથી આગળ આસીસી બિલ્ડિંગથી ગીતપ્રભા બિલ્ડિંગ સુધી..
જૂનો વરાછા ઝોન(એ)
– કાપોદ્રા ટીપી સ્કીમ નં-16માં ફાઈનલ પ્લોટ નં-3-4 અને 5 જવાહરનગર રોડ, કેનાલ રોડ ઇન્ડસ્ટ્રીયલ પાસે મિલન ડાયમંડ..
– કાપોદ્રા ટીપી સ્કીમ નં-16માં ફાઈનલ પ્લોટ નં-3-4 અને 5ની સામે ડિવાઈડરની પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી
– ટીપી સ્કીમ નં-16 કાપોદ્રામાં ફાઇનલ પ્લોટ નં-20 તથા 50ની પાસે મીરા જેમ્સ ડાયમંડ ફેક્ટરી
નવો વરાછા ઝોન(બી)
– વરાછા મેઈનરોડ- ડી માર્ટ પાસે સરથાણા
– વરાછા મેઈનરોડ- અવધ તથા રોયલ આર્કેડ પાસે
– વરાછા મેઈનરોડ- વોટર વર્ક્સથી મહારાણા પ્રતાપ ગાર્ડીન સુધી
લિંબાયત ઝોન
– સાલાસર ગેટથી કમેલા રોડ
– કમેલા દરવાજાથી આંજણા ગરનાળા
ઉધના ઝોન
– સેન્ટર પોઈન્ટથી સિવિલ ચાર રસ્તાથી સોસ્યો સર્કલ સુધી
– ઉધના દરવાજાથી સત્યનગર ગેટ સુધી રસ્તાની બંને બાજુ
– સત્યનગર ગેટથી સિટી ઇન્ડસ્ટ્રીય સોસાયટી સુધી રસ્તાની બંને બાજુ
અઠવા ઝોન
– સુરત ડુમસ રોડ ચોપાટી જંકશન દરગાહ પાસે
– સુરત ડુમસ રોડ, પૂજા અભિષેક, અંજનશલાકા બિલ્ડિંગ તથા કોર્ટ
રાંદેર ઝોન
– એલ.પી. સવાણી રોડ
– આનંદમહલ રોડ
– સુરત-હજીરા રોડ
કતારગામ ઝોન
– ગજેરા સ્કુલ-અંકુર વિદ્યાલય
– વેડરોડ, પ્રણામી હોસ્પિટલથી સિંગણપોર ચાર રસ્તા
[yop_poll id=1656]
Oops, something went wrong.
FB Comments
READ  સુરતમાં આગની ઘટના સમયે લોકો મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા અને આ યુવકે દેખાડ્યું પોતાનું સાહસ, જુઓ ખાસ વાતચીત