સુરતની બિમાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીનાં સામે આવ્યા દ્રશ્યો, વોર્ડમાં ડોક્ટરની જગ્યાએ બિલાડી ફરતી જોવા મળી

http://tv9gujarati.in/surat-ni-bimar-c…-farti-jova-madi/
http://tv9gujarati.in/surat-ni-bimar-c…-farti-jova-madi/

સુરતની સિવિલ હોસ્પિટલના વરવા દૃશ્યો ફરી સામે આવ્યા છે કે જેમાં હોસ્પિટલના વોર્ડમાં બિલાડીઓ ફરતી જોવા મળી તો શૌચાલયમાં પણ ગંદકીના જોવા મળ્યા દૃશ્યો. દર્દીઓને પીરસાતું ભોજન પણ બિનઆરોગ્યપ્રદ હોવાની ફરિયાદ તો વોર્ડના સ્લેબના પોપડાં પણ ઉખડી ગયા, દૂર્ઘટના સર્જાવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. કોરોનાનાં દર્દીઓને જે જગ્યા પર રાખવામાં આવ્યા છે ત્યાં જમવાનામાં વાળ જોવા મળ્યો તો બિલાડી વોર્ડમાં ફરતી હતી. આ પ્રકારના દ્રશ્યો વાળો વિડિયો વાયરલ થતા દર્દીઓ અને પરિવારમાં રોષ વ્યાપી ગયો છે.

READ  'બીમાર ગુજરાત' સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

 

 

FB Comments