કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે.

હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના પહેલા મોઢામાં દુખાવો થયો હતો. તેમને દલા-દરવાજા ખાતે આવેલ નાકરાણી હોસ્પિટલમાં ચેકપ કરાવ્યું હતું ત્યારે ડો.કૃણાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાઢનો દુખાવો હોવાથી છેલ્લી દાઢ કાઢવી પડશે. તેને લઈ રિપોર્ટ પણ કરાવ્યો હતો ડોકટરે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી તેવું ડોકટરે કહ્યું હતું. બાદમાં દાઢ કાઢી નાખવામાં આવી હતી.

 

READ  સ્વચ્છ રેલવે સ્ટેશન સર્વેક્ષણ, સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને, જુઓ VIDEO

હસમુખભાઈ દ્વારા આ સારવાર કરાવી હતી છતાં પણ કોઈ ફેર ન પડતાં 4 મહિના બાદ પણ મોઢામાં દુખાવો અને સોજો રહેતા દિવાળીના સમયે ભાવનગરમાં એક હોસ્પિટલમાં બતાવવા ગયાં હતાં. ત્યાં રિપોર્ટ કરતા એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હસમુખભાઈના રિપોર્ટમાં વિગતો એવી બહાર આવી કે હસમુખભાઈને કેન્સર છે. આ કેન્સર 6 મહિના પહેલા હતું ત્યારે પ્રાથમિક સ્ટેજ પર હતું જેને લઈ હસમુખભાઈના પગ નીચેની જમીન ખસી જાવા પામી હતી. હાલમાં તો હસમુખભાઈ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. બાદમાં નાકરાણી હોસ્પિટલમાં આવી જ્યારે પહેલા રિપોર્ટ કરાવ્યો ત્યારે કેન્સર હતું ત્યારે ડોકટરે કહ્યું કે તમારો રિપોર્ટ બીજાને ચાલ્યો ગયો અને બીજાનો રિપોર્ટ હસમુખભાઈને આપી દેવામાં આવ્યો હતો. આમ હસમુખભાઈને ડૉક્ટરની બેદરકારી લાગતાં તેમણે ડૉ. કૃણાલ પટેલ વિરુધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

READ  VIDEO: પરિવારની છત્રછાયા ગુમાવનારી 45 દિવસની બાળકીને મળ્યા પાલક માતા-પિતા

[yop_poll id=1358]

Kamlesh Tiwari murder case : Accused Rashid Pathan's father rejects charges against his son, Surat

FB Comments