કાપડ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ તેની સાથે છેતરપિંડી કરતા બે ઈસમોને સુરત પોલીસે ઝડપી લીધા

સુરતમાં કાપડ બજારમાં વેપારી બનીને લોકોનો વિશ્વાસ જીતી લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંંડી કરતા બે ઠગને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઠગ સુરત સાથે દેશના અન્ય શહેરમાં પણ કાપડ વેપારી સાથે ચીટીંગ કરી હોવાની વિગત પણ સામે આવી છે.

સુરત પોલીસની પકડમાં આવેલ આ ઠગ સુરતના કાપડ બજારમાં વેપારી બનીને ધંધો શરૂ કરતાં હતાં.  પહેલા તો વેપારી પાસે રોકડેથી માલ ખરીદી કરી તેવો વિશ્વાસ જીતી લેતા હતા. જેથી માર્કેટમાં સારું એવી છાપ ઉભી કરતા હતા. બાદમાં માલ બીજા રાજ્યોમાં મોટા પ્રમાણમાં મંગાવીને પાર્સલ મંગાવતા હતા. બાદમાં રૂપિયા આપતા ના હતા રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરતા હતા. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકના 18 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે. આ ઉપરાંત બે પાન કાર્ડ અને બે ચૂંટણી કાર્ડ પણ કબજે કર્યા છે. આ ઈસમો ભાડેથી માણસો લાવી તેને વેપારી બનાવી તેના મારફતે માલની ખરીદી કરાવી ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપી તેને 40 ટકા સસ્તા ભાવે વેચીને રોકડા રૂપિયા પડાવી લેતા હતા.

ભૂતકાળમાં સુરત ખાતે 2013 માં ઉધનામાં એસ.એસ એજન્સી નામે દુકાન ખોલી 70 લાખ ની છેતરપિંડી કરી હતી. ત્યાર બાદ 2015-2016માં કલકત્તા ખાતે શ્યામ ટ્રેડર્સ નામની દુકાન ખોલીને 30 લાખની છેતરપિંડી કરી હતી.  તે ઉપરાંત 2016-2017માં વારાણસી ખાતે કે કે ટ્રેડર્સ નામની દુકાન ખોલી 10 લાખની અને 2018-2019 ફરી સુરત માર્કેટમાં આવી માર્કેટ ખાતે ઇન્ડિયા માર્કેટમાં રાજગણપતિ ટ્રેડિગ નામની દુકાન ખોલી રૂપિયા 3 કરોડની છેતરપિંડી કરી હતી.

જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ લીધા છે. જો કે આરોપી છેલ્લા લાંબા સમયથી તામિલનાડુના સહકર્મી સાથે મળી પોતાના વતન ખાતેથી ડુપ્લીકેટ વેપારી સુરત ખાતે લાવી ઉધારીમાં માલ ખરીદી શરૂઆતમાં વેપારીને સમયસર પેમેન્ટ કરી વિશ્વાસમાં લાઇ પોતે દલાલી મેળવી લેતા.  જે રાજ્યમાં વેપાર કરે ત્યાનું ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ મેળવી તેના આધારે ફોમ બનાવી વેપારીઓ પાસે ઉધારીમાં માલ ખરીદી તામીનલાડુ ખાતે ખોટી ફોર્મમાં માલ મોકલી આપતા હતા.  ત્યાં સસ્તા ભાવે માલ વેચી રોકડા રૂપિયા રૂપિયા મેળવી વેપારીને રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરતા હતા.  જોકે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે અને આ આરોપીએ આવી છેતરપિંડી ક્યાં ક્યાં કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

જોકે આવી ઘટના સુરતમાં દરરોજ બને છે પણ ફરિયાદ એકાદ જ કેસમાં થાય છે.  કોઈ વિશેષ કાર્યવાહી  ન થતી હોવાથી આવા ઠગને મોકળું મેદાન મળી ગયું છે. 2013માં જો પોલીસે વેપારીની ફરિયાદ લઈને પગલાં લીધા હોત તો આ ઠગ આટલી ઠગાઈ કરી શકિયા ના હોત પણ પોલીસની નિષ્ક્રિયતાને લઈને આવા ઠગ બે કાબૂ બને છે.  હવે પોલીસ પકડેલાં ઠગના કેસમાં કેટલી માહિતી કઢાવીને કાર્યવાહી કરી શકે તે જોવું રહ્યું.

Woman molested in sleep in Ahmedabad: Congress blames govt for inaction | Tv9GujaratiNews

FB Comments

Baldev Suthar

Read Previous

ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

Read Next

વલસાડની મોગરાવાડી પોસ્ટ ઓફિસને લાગ્યા તાળા, હજારો લોકોને કામકાજ માટે 5 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

WhatsApp પર સમાચાર