સુરતના યાત્રાળુઓની બસ જમ્મુમાં પલટી, બે NRI મહિલાઓના મોત, ૨૨ ઈજાગ્રસ્ત

Surat pilgrims met an accident in Jammu
Surat pilgrims met an accident in Jammu

ગુજરાતના સુરતના યાત્રાળુઓ ભરેલી બસ જમ્મુ-પઠાણકોટ હાઈવે પર દેલાચક નજીક પલટી ખાતા મૂળ સુરતની પરંતુ હાલ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં વસતી બે મહિલાઓના મોત નીપજ્યા છે અને ૨૨ લોકોને ઈજાઓ પહોંચી છે.

જમ્મુ-કશ્મીર પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ JK -02 1854 નંબરની યાત્રાળુઓની બસ કટરાથી અમૃતસર જઈ  રહી હતી ત્યારે સવારે ૧૦ વાગ્યાના સુમારે દેલાચક નજીક વળાંક આગળ ઓવરસ્પીડને કારણે પલટી ખાતા બે મહિલાઓના મોત થયા હતા અને ૨૨ ને ઈજાઓ પહોંચી હતી.

બસમાં કુલ ૪૦ યાત્રાળુઓ સવાર હતા જે પૈકી ૨૨ને ઈજાઓ પહોંચી છે અને ત્રણની હાલત નાજુક છે તમામને જમ્મુ મેડીકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

READ  સરીગામની 'કોરામંડલ કંપની માટે મુશ્કેલીમાં થયો વધારો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી

મૃતક ૫૦ વર્ષીય રમીલાબેન નરેશ ભાઈ મૂળ સુરતના વતની છે પરંતુ ૧૫ વર્ષથી અમેરિકામાં રહેતા હતા ,એજ રીતે અન્ય મૃતક ૨૦ વર્ષીય મીનાબેન પીયુશભાઇ તેઓ પણ મૂળ સુરતના છે પરંતુ ૧૫ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા. આ બંને પોતાના પરિવારજનો તથા સુરતના અન્ય યાત્રાળુઓ સાથે ધાર્મિક સ્થળોના દર્શન કરવા નીકળ્યા હતા સ્થાનિક પ્રશાસનની બસમાં આ તમામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

જુઓ VIDEO :

આ અકસ્માત સંદર્ભે જમ્મુના કઠવાના જીલ્લાના હિરાનગર પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તોની યાદી

હિતેશ ભાઈ રમેશ ભાઈ (ઉવ.૪૨) રહેવાસી સુરત

READ  મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન 'અભિનંદન'

ભક્તિબેન (ઉવ.૩૨) રહેવાસી સુરત

પીયુશભાઇ (ઉવ.૪૨) રહેવાસી સુરત

બસંતી બેન દિનેશ ભાઈ (ઉવ.૫૮) રહેવાસી સુરત

જયેશભાઈ નટવરલાલ (ઉવ.૪૪) રહેવાસી સુરત

બિન્ની જયેશ ભાઈ (ઉવ.૧૭) રહેવાસી સુરત

બળવંતભાઈ ઈશ્વર ભાઈ (ઉવ.૫૯) રહેવાસી સુરત

પ્રતિભા જયેશ ભાઈ (ઉવ.૩૨) રહેવાસી સુરત

વિકાસ દીપક ભાઈ (ઉવ.૩૪) રહેવાસી સુરત

ચંપાબેન હરીશ ભાઈ (ઉવ.૫૫) રહેવાસી સુરત

ધનસુખ ભાઈ મુરગ્ભાઈ (ઉવ.૬૨) રહેવાસી સુરત

ધાર્મી ધરવી પટેલ (ઉવ.૩૪) રહેવાસી સુરત

હિમાંગીબેન જયંતી ભાઈ (ઉવ.૪૦) રહેવાસી સુરત

રવિ ભૂષણ પટેલ  (ઉવ.૨૭) રહેવાસી સુરત

મીનેશ નીતિન ભાઈ (ઉવ.૨૫) રહેવાસી સુરત

કેલાશ્બેન ધનસુખ ભાઈ (ઉવ.૫૫) રહેવાસી સુરત

અલ્કાબેન હિતેન્દ્ર ભાઈ (ઉવ.૫૫) રહેવાસી સુરત

જયંતીભાઈ રમણભાઈ પટેલ (ઉવ.૪૮) રહેવાસી સુરત

રોમીલા અપેશ ભાઈ ઉવ૪૫ કિરણકુમાર નાનું ભાઈ પટેલ (ઉવ.૬૧) રહેવાસી સુરત

READ  દિવ્યાંગોએ કરી નવરાત્રીની ઉજવણી! દિવ્યાંગો ઝુમ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

રાગીણીબેન રાહુલ ભાઈ (ઉવ.૪૬) રહેવાસી સુરત

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Stories From Gujarat : 22-11-2019 | Tv9GujaratiNews

FB Comments