પતિની હત્યા કરીને ફરાર થઈ ગયેલી પત્નીને પોલીસે CCTV ફુટેજના આધારે ઝડપી લીધી

સુરતમાં સતત ગુનાખોરી સતત વધી રહી છે હત્યા, લૂંટ, રેપ જેવી ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ઉમરા વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરતાં મૂળ બિહારના સનીચર ઉર્ફે મનોજ ગંજુ ચૌધરી ફોર્મશ્રી એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ ઉમરા ખાતે નાની એવી ઓરડીમાં પત્ની સાથે રહેતા હતા. ત્યાં 2 દિવસ પહેલા સવારે ઘરમાંથી જ મૃત હાલતમાં મળી આવ્યો હતો.

108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ડૉકટરે મનોજને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસ આવે તે પહેલા જ મનોજની પત્ની ભાગી ગઈ હતી અને તેણે પોલીસને ફોનમાં કહ્યું કે, આવું છું અને તે ગાયબ થઈ ગઈ હતી. ત્યારે જ પોલીસને તેની પત્ની પર શંકા થતાં પોલીસે માહિતીના આધારે ચોકીદારની પ્રેમી અને પ્રેમીના બીજા પ્રેમી સાથે મળી હત્યા કરી હતી. જેથી બંને લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બોડી પર કોઈ નિશાનો મળી આવ્યા ન હતા પણ ગળાના ભાગે પોલીસને કોઈ શંકા જતા પોલીસે પહેલા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. બોડીને PM માટે મોકલી આપેલી ત્યારે મોડી રાત્રેએ જાણવા મળ્યું હતું કે મૃતકના ગળા પરથી નિશાન મળી આવ્યાં હતા. જેથી મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવતા ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં આ ચોકીદારની હત્યા તેની જ પત્ની એ કરી હોવાનું લાગી રહ્યું હતું.

કારણ કે જ્યારે બોડી મળી આવી ત્યારથી તેની પત્ની ગાયબ થઈ ગઈ હતી સાથે આજુ બાજુના લોકોના કહેવા પ્રમાણે આ પતિ પત્ની બંને દારૂનો નશો કરતા હતા. ત્યારે ઉમરા પોલીસે આજુ બાજુ લાગેલા સીસીટીવી ફોટોના આધારે વધુ તપાસ કરતા ચોકીદારની કહેવાતી પત્ની સીસીટીવીમાં ભાગતા દેખાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા સુરત નજીકથી ચોકીદારની પત્ની અને તેના બીજા પ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી.

હત્યા પાછળનું કારણ પ્રેમ સબંધ નીકળ્યો હતો કારણ કે ચોકીદાર જેની સાથે પ્રેમમાં હતો અને તેની સાથે રહેતો હતો પણ ચોકીદારની પ્રેમિકા બીજા વ્યક્તિના પ્રેમમાં હતી જેથી બીજા વ્યક્તિના પ્રેમી સાથે રહેવાના કારણે આ ચોકીદારની હત્યા કરી રાત્રીના સમયે ગળે ટુંપો આપી હત્યા કરી હતી જેમાં બંને પ્રેમી સાથે હતા. હાલમાં પોલીસે કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Surat : College girl hanged herself to death in Piplod, dead body sent for postmortem

FB Comments

Baldev Suthar

Read Previous

આહિર સમાજની મહિલાઓએ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો

Read Next

વાપીમાં તસ્કરોનો આતંક, એકસાથે 4 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ

WhatsApp પર સમાચાર