સુરતમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી “જળાજંલિ”

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દરેક વ્યક્તિ પોતાની રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે દેશ માટે પ્રેમ ધરાવતા સુરતના ફૌજી ગ્રુપના યુવાનોએ શહીદ થયેલા જવાનો માટે અનોખી રીતે જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે 40 શહીદ થયેલા સૈનિકોના નામે 40 રોપા વાવવાનો નીર્ધાર કર્યો છે.

આ ગ્રુપના મેમ્બર અર્પિતનું કહેવું છે કે આમ તો દેશના લોકોની રક્ષા માટે શહીદ થયેલા જવાનોના નામ લોકોના દિલમાં કાયમ રહેશે. તેમણે દેશ માટે જે બલિદાન આપ્યું છે તે ક્યારે પણ વિસરી નહિ શકાશે.

 

READ  SPL: ઝાલાવડ રોયલ્સ સામે સોરઠ લાયન્સનો 8 વિકેટે વિજય

પણ તેઓની યાદ હંમેશા નજર સામે ઉછેરતી જ રહે તે માટે તેમને શહીદોના નામના છોડ રોપવાનો વિચાર આવ્યો.

દરેક છોડની સાથે તેમણે દેશભક્તિના 40 સ્લોગન પણ લખ્યા છે. આ 40 છોડ તેઓ પ્રાથમિક શાળામાં,જાહેર માર્ગો પર આવેલા ટ્રાફિક સર્કલ પર મુકશે. આ છોડવાઓને રોજ પાણી અને ખાતરનું સિંચન કરીને તેઓ શહીદોને જલાંજળી અર્પણ કરશે.

READ  રાજ્ય સરકારના નર્સિંગ સંવર્ગના કર્મચારીઓ માટે ખુશખબર, યુનિફોર્મ અને વૉશિંગ ભથ્થામાં વધારો

[yop_poll id=1743]

FB Comments