સુરત રેલવે સ્ટેશન બનશે દેશનું પહેલું વર્લ્ડ ક્લાસ સ્ટેશન, શું હશે આ પ્રોજેક્ટનીખાસિયતો ?, કોના દ્વારા કરવામાં આવશે તૈયાર ?

સુરતને વધુ એક વર્લ્ડ ક્લાસ કક્ષાનો ઉપહાર મળવા જઇ રહ્યો છે. જેમાં સુરતનું રેલવે સ્ટેશન ન માત્ર વર્લ્ડ ક્લાસ કક્ષાનું હશે પરંતુ તેની સાથે જ તેમાં તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટનું પણ હબ બની રહેશે. જેને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) નામ આપવામાં આવ્યું છે. આ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે વિભાગ અને રાજ્યનું પરિવહન મંત્રાલય એક સાથે કામ કરવા માટે આગળ વધી રહ્યું છે.

આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પાંચ ખાસિયતો હશે .

1. સ્ટેશન બ્લિડીંગની અંદર જ MMTHના હેઠળ સુરતમાં નવી શરૂ થનાર મેટ્રોનું સ્ટેશન, BRTS અને બસ સ્ટેશનની સાથે જોડાયેલનું હશે. જેના કારણે રેલવે સ્ટેશન પર તમામ પરિવહનના માધ્યમોથી પહોંચી શકાય. જો કે રેલવે અધિકારીઓના અનુસાર આ કામ મોંઘુ સાબિત થઈ રહ્યું હતું.

READ  48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર

2. MMTH બિલ્ડિંગમાં રેલવે સ્ટેશન ઉપરાંત બસ ટર્મિનલની સાથે મુસાફરોના મનોરંજન અને તેમના રહેવા માટેની હોટલ પણ તેની અંદર જ રહેશે. તેમજ રેલવે સ્ટેશનને જોડતાં બ્રિજની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત આ બિલ્ડિંગની અંદર જ કોર્મિશયલ ટાવર પણ રહેશે. મુસાફરોને તમામ સુવિધા એક જ છતની નીચે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

READ  Bhuj : Women break pots to protest against acute water crisis - Tv9 Gujarati

3. અગાઉ આ પ્રોજેક્ટ માટે કોર્મિશયલ ડેવલોપમેન્ટ માટે 5.07 લાખ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી હતી જે હવે 8.40 લાખ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે જ પાર્કિંગની અને ફાયરની સુવિધા પણ તમામ ફ્લોર પર મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

4. એટલું જ નહીં રેલવે સ્ટેશનનો વિસ્તાર ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવાના માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. જેના માટે ગ્રાઉન્ડ લેવલ પરનો વિસ્તાર પણ વધારવામાં આવશે. જેથી તમામ નવી સુવિધાઓ તેમા સરળતાથી ઉમેરી શકાય.

READ  GirSomanth: 4 month old Lion cub found dead-Tv9

5. ખાસ વાત આ પ્રોજેકટની તે છે કે સુરત MMTHના પ્રોજેકટ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકાર ત્રણેય એક સાથે જમીન સંપાદનું પણ કામ કરવા જઈ રહી છે. આ પ્રકારની ઘટના પહેલી વખત જ બની રહી છે. જેના કારણે ખર્ચમાં પણ ઘટાડો થયો છે, અગાઉ જે રૂ. 1008 કરોડ થવાનો અનુમાન હતો તે રૂ. 895 કરોડ પર પહોંચી જશે.

Court approves 6 day remand of Gandhinagar serial killer | TV9GujaratiNews

FB Comments