સુરતના પરિવાહન વિભાગે બસ પર એવું તો શું લખ્યું કે માર્ગ અકસ્માતમાં થશે ઘટાડો ?

હાલ શહેરમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા બનાવોને ગંભીરતાથી લઈને પાલિકાએ બીઆરટીએસ અને સીટી બસના ડ્રાઇવરો પાસે નવતર પ્રયોગ કરાવ્યો છે. જેમાં ડ્રાઈવરો પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે, વાહન વધુ સ્પીડમાં ચલાવીશ નહિ અને નિયમોનું પાલન કરીશ એવી પ્રતિજ્ઞા લેવડાવી છે.

એટલું જ નહીં આ સાથે જ બસના ફ્રન્ટ કાચ પર સ્લોગન લગાડવાનું શરૂ કર્યું છે કે મારાથી આજે કોઈ અકસ્માત થશે નહીં મારો પરિવાર મારી રાહ જુએ છે. જેના કારણે તંત્રને અકસ્માત ઘટશે તેવી આશા રહેલી છે. 

READ  સરદાર સરોવર ડેમના પાણીના રુપિયાની ચૂકવણીને લઈને ગુજરાત ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ VIDEO

તંત્ર એવું માની રહ્યું છે કે આ પ્રકારના લખાણનું સ્ટીકર લગાડવાથી બસ ચાલકોને બસ ચલાવતા હંમેશા પરિવારની યાદ અપાવશે અને હકારાત્મક વિચાર જગાવશે. તેમજ માર્ગ અકસ્માતનું પણ પ્રમાણ ઘટશે.

છેલ્લા પાંચ દિવસમાં ચારના મરણની ગંભીર ઘટના બની છે..ત્યારે બીઆરટીએસ વિભાગના અધિકારીઓને ટ્રેનિંગ આપવાની સાથર હવે દૈનિક પ્રતિજ્ઞા લેવડાવવાની શરૂઆત કરી છે..2014 થી અત્યારસુધી અકસ્માતો 109 અને મોત 39 થયા છે.

READ  સુરત: યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ, પરીક્ષાના વિરોધમાં NSUIના ધરણા

[yop_poll id=”1038″]

FB Comments