સુરતના ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતી 5 હજાર વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી સેનિટરી પેડની વ્યવસ્થા કરી આપવા કરી રજૂઆત

મહિલાઓને પિરિયડ દરમિયાન પેડ નહીં વાપરવાથી આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સુરતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને પેડની વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે.

થોડા સમય પહેલા અક્ષયકુમારની ફિલ્મ પેડમેને ખૂબ ચર્ચા જગાવી હતી. મહિલાઓને પિરિયડ દરમ્યાન પેડ નહિ વાપરવાથી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓ આ ફિલ્મમાં દર્શાવીને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હજી પણ ગામડાની મોટા ભાગની દીકરીઓ અને મહિલાઓને પેડ વિશે યોગ્ય જાણકારી પણ નથી, તેમજ જો તેઓ પેડનો ઉપયોગ કરવા માંગતી પણ હોય તો પણ તેમની પાસે રૂપિયા નહિ હોવાના કારણે તેઓ કપડાંનો જ ઉપયોગ કરે છે. શહેરી વિસ્તાર કરતાં ગામડાઓમાં આ સમસ્યા ખૂબ જ વધુ છે જેની તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. 

READ  એક મહિલાને ટ્રેનમાં આવ્યા પીરિયડ, મિત્રએ કરી રેલ વિભાગને કરી TWEET, અને રેલ વિભાગે કર્યું કંઈક એવું કે સૌ કોઈ રહી ગયા દંગ

સુરતના ગ્રામીણ વિસ્તારોની આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે વિદ્યાર્થીનીઓને પેડની વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે સરકાર એકતરફ મહિલાઓ માટે સારી યોજનાઓ બહાર પાડી રહી છે પણ મહિલાઓને પિરિયડ દરમ્યાન પેડની જરૂરિયાત કેટલી હોય છે તે અંગે હજી સુધી વિચાર કરવામાં આવ્યો નથી. શહેરની શાળાઓમાં તો વિદ્યાર્થીનીઓ સારી રીતે આ પેડ ખરીદી શકે છે પણ આર્થિક રીતે પછાત હોવાના કારણે ગામડાની દીકરીઓ પેડનો ઉપયોગ કરવા માંગતી હોવા છતાં પણ તેઓ વાપરી શકતી નથી.

 

READ  રાજ્યના 380 PSIને મળી PI તરીકેની બઢતી, જુઓ VIDEO

જેથી ગ્રામીણ વિસ્તારની અંદાજે 5 હજારથી પણ વધુ દીકરીઓએ એક સ્થાનિક NGO શક્તિ ફાઉન્ડેશનના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પત્ર લખીને પેડની વ્યવસ્થા નિયમિત પૂરું પાડવા માંગણી કરી હતી.

Diwali in April: Diyas, candles shine bright as India switches off lights in fight against COVID19

FB Comments