રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરીયાને આખરે સુરતથી પણ મળી મોટી રાહત, શરતી જામીન મંજૂર

Alpesh Kathiriya_tv9
Alpesh Kathiriya_tv9

લાંબા સમયથી જેલમાં બંધ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ પછી સુરતના રાજદ્રોહના કેસમાં આજે સુરત કોર્ટ દ્વારા અલ્પેશ કથિરીયાને જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં. જેથી થોડા સમયમાં અલ્પેશને જેલમુક્ત કરવામાં આવશે. અલ્પેશને જામીન મળતાં પાસમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : સૂકો અને ભીનો કચરો એટલે શું ? કેવી રીતે કરશો અલગ ? જાણો એક ક્લિક પર

READ  PM Narendra Modi to visit Gujarat on 9th January - Tv9 Gujarati

પાસ કન્વીનર અલ્પેશના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે, અલ્પેશને રાજદ્રોહના કેસમાંથી 25 હજારના બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યાં છે. અન્ય કેસમાં જામીન બાકી હોવાથી આવતીકાલ સુધીમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને લાજપોર જેલમાંથી બહાર લાવવામાં આવશે.

શા માટે બંધ કરવામાં આવ્યો હતો જેલમાં ?

આ ઘટના 2015ના વર્ષમાં બની હતી. જ્યારે પાટીદાર અનામતનું આંદોલન સમયે રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જે પછી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી.

READ  VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Five feet long python rescued from a farm in Vadodara | Tv9GujaratiNews

FB Comments