• March 26, 2019

સુરતમાં પાણી તો 24 કલાક આવતું નથી પણ મોટી રકમનું બિલ મહિને આવે છે, પાણીના મીટરના લીધે આવતા બેફામ રકમના બિલ ભરવાનું લોકોએ બંધ કર્યું

સુરત મહાનગરપાલિકા દ્રારા શહેરીજનોને 24 કલાક પાણી પુરી પાડવાની સેવા 6 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી પણ હજી આ સેવાને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો.

ઘણાં વિસ્તારોના સ્થાનિકોને મસમોટી રકમ બીલમાં બતાવતા લોકોમાં વિરોધનો વંટોળ શરૂ થયા છે. હદ તો ત્યાં આવી છે કે લોકોએ પાણીના બિલો જ ભરવાના બંધ કરી દીધા છે. જેથી આ સેવા હાલ ફક્ત નામની જ સાબિત થઈ છે. 6 વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકા દ્રારા 24 કલાક પાણીની યોજના બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત નવા વિસ્તારોમાં મીટરથી પાણી પુરું પાડવામાં આવતુ હતું. જેમાં નવા વિસ્તારો જેવા કે મોટા વરાછા,ઉતરાણ,અમરોલી,કોસાડ સહિતનાં વિસ્તારોમાં આ યોજના પ્રમાણે પાણી આપવામાં આવી રહ્યું છે.

આ વિસ્તારોમાં છેલ્લાં 6 વર્ષમાં ફક્ત 15 હજાર કરતા વધુ પાણીનાં કનેક્શન આપવામાં આવ્યા છે. આટલાં વર્ષો બાદ પણ ધાર્યુ પરિણામ મળી શક્યું નથી. લોકોને આ સેવા સામે ફરિયાદો એટલી છે કે તેમનાં કહેવા પ્રમાણે તેમને પાણીની સામે દુધ-ઘી સસ્તુ પડે તેમ છે. અહી પાણી માટે મીટર શરૂ કરતાં જ થોડીવાર ફક્ત એર જ આવે છે પણ પાણી આવતું નથી. જેનાં કારણે મીટર ફરે છે અને તેનું પણ બિલ ચઢે છે. એટલું જ નહિં જે લોકોનાં ઘરે કનેક્શનનો વપરાશ થયો જ નથી તે લોકોને પણ 1 હજાર રૂપિયા જેટલું બિલ આવે છે.

જ્યારે અન્ય રહેવાસીઓને ત્યાં પણ 500 થી લઇને 4 હજાર રૂપિયા સુધીના મહિનામાં બિલો આવતાં લોકો આ સેવાથી કંટાળી ચુક્યા છે. ઉપરાંત જો બિલ ન ભરે તો 18 ટકા વ્યાજ સાથે પેનલ્ટી આવે છે. જેથી અમુક સ્થાનિકોના બિલ તો 1 લાખ રૂપિયા સુધી પણ પહોંચ્યા છે તથા 24 કલાક પાણી આજદિન સુધી આપવામાં આવ્યું નથી.

જોકે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ લોકોની આ ફરિયાદોથી પરિચિત છે અને તેમના દ્વારા હવે સ્પોટ બીલિંગ રીડિંગ ટેક્નિક તેમજ સ્માર્ટ મીટર બેસાડવાની વાતો કરવામાં આવી રહી છે. જેથી લોકોને ઓવર કન્ઝપશન એટલે કે ઓવર બીલિંગની જે ફરિયાદો છે તેનાથી છુટકારો મળશે. તમામ બિલોનું ક્રોસ વેરિફિકેશન કરીને જો કોઈને અન્યાય થયો હોય તો તે બાબતે અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે. એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરભરમાં 24 કલાક પાણીની સેવાનું નેટવર્ક પુરૂ પાડવાનાં સપના જોઇ રહી છે ત્યારે બીજી તરફ જ્યાં આ સેવા ચાલી રહી છે ત્યાં જે વિસ્તારોમાં આ સુવિધા કાર્યરત છે ત્યાં વધારે પ્રમાણમાં આ ફરિયાદો જોવા મળી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે સુરત મનપાનું તંત્ર આ ફરિયાદો દુર કરવા માટે કેવા પ્રયત્નો કરે છે.

Gujarat: LS Elections; Congress likely to change candidate from Gandhinagar seat- Tv9

FB Comments

Hits: 688

Parul Mahadik

Read Previous

વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

Read Next

હાર્દિક પટેલ જામનગરની સીટ પર ચૂંટણી હારે તેવા સમીકરણો ગોઠવાયા, હવે કોંગ્રેસ હાર્દિકને ઉંઝાથી વિધાનસભાની ચૂંટણી લડાવે તેવા એંધાણ

WhatsApp chat