જો તમે S.T બસમાં મુસાફરી કરતા હોય તો દબંગ કંડક્ટરોથી રહેજો સાવધાન, બસ કંડક્ટરે મુસાફરને માર્યો માર VIDEO થયો વાયરલ

જો તમે S.T બસમાં મુસાફરી કરતા હોય તો દબંગ કંડક્ટરોથી સાવધાન રહેજો, કેમ કે માથાફરેલા કંડ્કટરો ગમે ત્યારે હુમલો કરી શકે છે. સુરત-રાજપીપળા S.T બસના કંડ્કટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને લઈ સવાલોની વણઝાર પણ ઉભી થઈ ગઈ છે. એક મુસાફર સાથે સામાન્ય બોલાચાલી થતા આ સરકારી કર્મચારી ભડકી ઉઠ્યા હતા અને અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરી એક આધેડ મુસાફરને ટિકિટ કાઢવાના મશિનથી જ ઢોર માર મારી રહ્યા હતા. આ કંડ્ટકરની માનસિકતા એટલી હદે વટી ગઈ હતી કે મુસાફરના માથાના ભાગેથી લોહી નિકળતું હતું ને કંડ્કટર એકબાદ એક હુમલો કરતો જ હતો.

READ  જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે બસમાં સવાર અન્ય મુસાફરોએ વચ્ચે પડી કંડ્કટરને રોકી તે અન્ય મુસાફરો સામે પણ ભડકી ઉઠ્યો હતો અને સરકારી કર્મચારી હોવાનો રુઆબ બતાવી રહ્યો હતો. ત્યારે અન્ય એક મુસાફરે પોતાના મોબાઈલના કેમેરામાં કંડ્કટરની દબંગાઈનો આ વીડિયો લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. ત્યારે જોવું એ રહેશે કે S.T વિભાગ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ ?

READ  VIDEO: સુરત અગ્નિકાંડ: ઘટનાને એક મહિનો પૂર્ણ થયો પણ ક્રિષ્ના ભીક્ડીયાનો પરિવાર ન્યાય માગી રહ્યો છે

આ પણ વાંચો: વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

FB Comments