સુરતનો વિશ્વમાં ફરી વાગશે ડંકો, દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં મોખરે

Surat_ Tv9News

Surat_ Tv9News

ભૂતકાળમાં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર શહેર સુરત ફરી તેની ચમક મેળવી રહ્યું છે. તાજેતરમાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝના રિસર્ચ પ્રમાણે વર્ષ 2019થી 2035 દરમિયાન સૌથી વધુ ગ્રોથ ધરાવતાં શહેરોમાં સુરત વિશ્વમાં નં-1 રહેશે. તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ સાથે સાઉથ એશિયા અને યુરોપના શહેરોની સરખામણીએ લેબર અને મૂડીરોકાણ આકર્ષવાની ક્ષમતા સુરતમાં વધુ હોવાનો મત પણ ઉમેર્યો છે. સુરતમાં ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્સેપ્ટની સાથે લાંબા દરિયા કિનારાના કારણે ટ્રાન્સપોર્ટ અને વેસ્ટર્ન કોરિડોરના વિકાસ માટેની વિશાળ તકો રહેલી છે.

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

અગાઉ વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સુરતને 8 ટકાથી વધુ જીડીપી ગ્રોથ સાથે દેશના સૌથી ઝડપથી વિકસિત થતાં સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોમાં મોખરે સ્થાન મળ્યું છે.

ચીન કરતાં વધુ સિન્થેટિક એન્ડ રેયોન એક્સપોટર

સિન્થેટિક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમાણે એમએમએફ પ્રોડક્શનમાં ચાઇનાની સરખામણીએ 10 ટકા છીએ પરંતુ ત્યાં પ્રોડક્શન મોંઘું છે એટલે આપણી પાસે ટેક્સટાઇલમાં તક મોટી પડી રહી છે.

આ એકમાત્ર રિપોર્ટ નથી જેમાં સુરતને સૌથી વધુ ગ્રોથ કરતું શહેર બતાવાયું છે. ઘણીબધી સંસ્થાઓના રિપોર્ટમાં સુરતને સૌથી વધુ આર્થિક વિકાસ કરનારું શહેર તરીકે પ્રોજેક્ટ કરાયું છે. એગ્લોમોરેશન થીયરી પ્રમાણે અન્ય શહેરોએ જેટલો વિકાસ કરવાનો હતો તે થઇ ચૂક્યો છે. સુરત પાસે ઇમર્જિંગ માર્કેટ છે.

ઝડપથી વિકાસ પામતાં ભારતનાં ટોચનાં દસ શહેરો : 

ક્રમશહેર સરેરાશ વાર્ષિક ગ્રોથ રેટ(ટકા)
1સુરત9.17
2આગ્રા8.58
3બેંગ્લુરૂ8.50
4હૈદરાબાદ8.47
5નાગપુર8.41
6તિરૂપુર8.36
7રાજકોટ8.33
8તિરૂપિરાપલ્લી8.29
9ચેન્નાઈ8.17
10વિજયવાડા8.16

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સર્વેને જો સુરતના ટેક્સ કલેકશન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે મહત્વની સાબિત થશે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઈ જશે. હાલ વર્ષ 2018માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે.

જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેકશન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતુ રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ જશે. સૂત્રો ઉમેરે છે કે હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો આવતો હોય છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

BJP has failed in fair distribution of water across the state: Congress spokesperson Manish Doshi

FB Comments

TV9 Web Desk6

Read Previous

બૉલિવૂડ સિંગર મિકા સિંહ દુબઈ જેલમાં! 17 વર્ષની યુવતીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ!

Read Next

તમે તમારો આધારકાર્ડ સરકારી રેકોર્ડમાંથી દૂર કરાવી શકશો પણ થશે મોટું નુકસાન

WhatsApp પર સમાચાર