ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ, જુઓ VIDEO

સુરત ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક પોલીસનો જવાન અને વાહનચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસ જ્યારે એક વાહનચાલકનું વાહન ટોઇંગ કરી રહ્યો હતો તે સમયે વાહનના માલિકે તેનો રોક્યો હતો અને ખોટી રીતે વાહન ટોઇંગ કરવામાં આવતું હોવાનો ટ્રાફિક પોલીસના જવાન પર આરોપ લગાવ્યો હતો. બસ પોલીસની કામગીરીને લઇને સવાલ કેમ કર્યો એ વાતને લઇને ટ્રાફિક પોલીસકર્મીનું મગજ છટક્યું અને પછી શું. આ વાહનચાલકનું જાણે કે આવી જ બન્યું. ટ્રાફિક પોલીસના જવાનો આ વાહન ચાલક પર રીતસરના વરસી જ પડ્યા અને જાહેરમાર્ગ પર ભરબજારમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ધક્કા મુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા.

READ  ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2605, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments