• March 21, 2019

સુરતના દરેક વાલીએ મુલાકાત લેવા જેવી સરકારી સ્કૂલ! તમારા બાળકને આ સ્કૂલમાં ભણાવવાની થઈ જશે ઈચ્છા! જુઓ VIDEO

સામાન્ય રીતે શાળામાં પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે.  અને એમાં પણ જ્યારે વાત આવે સરકારી સ્કૂલની તો લોકોને કોઈ નવીન પ્રયોગની આશા નથી રહેતી.

આ પણ એક હકીકત છે કે હવેની નવી પેઢી કંઈક નવું શીખવા માગતી હોય છે. તો શિક્ષકો પણ કંઈક હટકે કરવા માગતા હોય છે. ત્યારે સુરતના આદિવાસી વિસ્તારમાં અંગ્રેજીનું સ્તર ઉંચું લાવવા માટે શિક્ષણમાં કેવા પ્રકારનો કરાયો છે ફેરફાર?? આવો જોઈએ..

આ પણ વાંચો: ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

આ ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે હશે કે આ કોઈ ખાનગી સ્કૂલ હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ શહેરની ખાનગી શાળા નહીં પણ ગ્રામ્ય વિસ્તારની એક સરકારી શાળા છે. આ શાળાનો આ એક નવો અભિગમ જે હાલ રાજ્યના શિક્ષણ જગતમાં સરાહનીય બની ગયો છે.

આ પ્રાથમિક શાળા છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના કાછલ ગામની. શાળાના શિક્ષકોએ પરિસ્થિતિને બદલવા માટે અથાગ મહેનત કરી. છેવટે તેમની મહેનત રંગ લાવી છે. શિક્ષકોએ વર્ગખંડની સાથે વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયને કઈ રીતે મજબૂત કરી શકાય તે અંગે વિચાર્યું અને હવે શાળાના કેમ્પસમાં જ અંગ્રેજી લેક બનાવી નાવડીઓના માધ્યમથી અંગ્રેજી ગ્રામર શીખવાડી રહ્યા છે.

જુઓ વીડિયો:

અંગ્રેજી શબ્દો વડે વાક્યો બનાવતા ધાર્યું પરિણામ મળ્યું જે બાદ શિક્ષકોને નવો વિચાર આવ્યો. વિદ્યાર્થીઓ સારી અને સરળ રીતે સમજી શકે એવી વિવિધ ગેમ્સ બનાવી. જે યુટ્યુબ ચેનલની મદદ મેળવી વીડિયો અપલોડ કરતા ગયા. વિદ્યાર્થીઓની રૂચિ વધતા હવે દર શુક્રવારે ગણિત અને અંગ્રેજી વિષયની ગેમ અપલોડ કરવામાં આવે છે. શાળામાં તો ઠીક પરંતુ ઘરે જઈને પણ બાળકો શેડ્સ ઓફ લર્નિંગની ચેનલ પર અભ્યાસ કરે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

શાળામાં પુસ્તકના જ્ઞાન સાથે એલસીડી ટીવી પર વીડિયો બતાવીને પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. અવનવી રીતે શિક્ષણ આપીને અંગ્રેજી માધ્યમનું સ્તર ઉંચુ લાવવા માટે પ્રયાસ કરાયો છે. કાછલ પ્રાથમિક શાળાના શિક્ષકોના આ આધુનિક પ્રયોગને તાલુકાના શિક્ષકો પણ અનુસરી રહ્યા છે. યુટ્યુબના આ નવા પ્રયોગમાં મહુવાના એક બાદ એક 30 શિક્ષકો જોડાયા છે. ત્યારે સરકારી પ્રાથમિક શાળાના જાગૃત શિક્ષકોએ શિક્ષણ જગતમાં રચનાત્મક શિક્ષણનો ઉમેરો કરી નવી દિશા આપી છે.

[yop_poll id=245]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Devotees shower flower petals on lord Swaminarayan during Holi celebration, Ahmedabad

FB Comments

Hits: 893

TV9 Web Desk3

Read Previous

VIRAL કેટલું રીઅલ ? શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો સૂર્યની દિશા બદલી દેશે ?

Read Next

પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

WhatsApp chat