કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

અત્યાર સુધી દિલ્હીમાં સરકારી શાળાઓના વખાણ શોધવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં ડાયમંડ સિટી સુરતમાં ઉલટી ગંગા જોવા મળી છે. પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતા હતા પરંતુ હવે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી કતાર જોવા મળી છે. જી હા તમે સાચું જ વાંચ્યું છે સુરતના ઉત્રાણનગર વિસ્તારની શાળા ક્રમાંક નંબર 334માં પ્રવેશ લેવા વાલીઓ મોટી સંખ્યામાં કતાર લાગી છે.

વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મળી જાય તેવું ઈચ્છી રહ્યાં છે. સુરતની શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે. આ માટેનું મુખ્ય કારણ શાળામાં સારા શિક્ષકોની સાથે સાથે જ અભ્યાસની સાથે બાળકોમાં સંસ્કારનું પણ ચિંતન કરી રહ્યાં છે. આ ઉપરાંત રમત-ગમતનું મોટુ મેદાન છે. જેના કારણે બાળકો પોતાની ઈતરપ્રવૃતિ પણ સારી રીતે કરી શકે છે.

આ પણ વાંચો : લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?

હાલમાં રાજ્યમાં ઘણી એવી અનેક ખાનગી શાળાઓમા પણ રમતના મેદાન નથી હોતા. તેના પગલે ઉત્રાણનગર વિસ્તારના કેટલાક વાલીઓએ તો ખાનગી શાળામાંથી બાળકોને ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.

શાળાની બહાર લાંબી લાઈન લાગી
શાળાની બહાર લાંબી લાઈન લાગી

સર-ટીચરને બદલે અનોખું સંબોધન

આ શાળામાં શિક્ષણનું સ્તર સુધરવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મીયતા છે. શાળના આચાર્યનું કહેવું છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીયતા હોય અને વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી રજૂ કરી શકે તેવું વાતાવરણ સ્કુલમાં બનાવવામા આવ્યું છે.
Tv9
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 334માં પ્રવેશ મેળવવા વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા
એટલું જ નહીં સ્કુલમાં સર અને ટીચરનું સંબોધન વિદ્યાર્થીઓ કરતાં જ નથી તેના બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન કરે છે. આ પ્રકારના સંબોધનના કારણે આત્મીયતા વધતાં ગુરૃ અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ ઘટી જતાં તેઓની સમસ્યા ઘમી સરળતાથી દૂર થઈ શકે અને તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે.

શાળામાં જ અભ્યાસ કરે છે ખુદ શિક્ષકના બાળકો

શિક્ષણ સમિતિની ઉત્રાણ સ્કુલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે આત્મીયતા ઉપરાંત આચાર્ય અને શિક્ષકોના બાળકો જ અભ્યાસ કરે તે પણ છે. આ સ્કુલના આચાર્ય અને કેટલાક શિક્ષકોએ અન્ય વાલીઓમાં વિશ્વાસ વધે અને શિક્ષણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે અનોખો પ્રયોગ કર્યો છે.

હાલની સ્થિતિ

શૈક્ષણિક વર્ષ 2019-20 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં જ વાલીઓ લાંબી લાઇનમાં ઉભા રહી ગયા છે. આ શાળામાં બાળકોને પ્રવેશ લેવા માટે વાલીઓની પડાપડી થાય છે. આ સ્કૂલમાં 300ની આસપાસ વેઇટિંગ રહે છે. જેના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ યોગ્ય તાકેદારી રહ્યું છે અને સરકારી શાળાનું સ્તર વધુ સારા બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
Did you like this story?
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Pulwama Attack: Gujarati folk artist Sairam Dave's patriotic poetry will swell your heart with pride

FB Comments

Hits: 3780

Comments are closed, but trackbacks and pingbacks are open.