સુરત: જવેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલા સોનાનો દોરો ચોરીને ફરાર, VIDEO CCTVમાં થયો કેદ

સુરતના સરથાણામાં જ્વેલરીના શો રૂમમાંથી એક મહિલા હાજર સ્ટાફની નજર ચૂકવી 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટના ગત 1 નવેમ્બરના રોજ બની હતી. જો કે હાલ ચોરી થઈ હોવાની જાણ થતાં સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતા નજરે પડતા ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી તાપી દર્શન સોસાયટીમાં પરેશભાઈ કાળુભાઈ કથિરીયા પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સરથાણા વિસ્તારમાં આવેલા સિવીલાઈઝ સર્કલ પાસે શ્રીહરી જ્વેલર્સ નામનો શો રૂમ ધરાવે છે. ત્યારે ગત 1 નવેમ્બરના રોજ તેમના શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા આવી હતી અને ચેઈન-પેન્ડલ બતાવવા કહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Fatafat : 13-12-2016 - Tv9 Gujarati

તે દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું અને સ્ટાફને વાતોમાં રાખ્યા હતા. જ્યારે સીસીટીવી ચેક કર્યા તો આખો મામલો બહાર આવ્યો. અંદાજે 1.08 લાખની કિંમતના ચેઈન-પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કરતા થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  IPL 2020ની હરાજીનો સમય બદલાયો, આ ખેલાડી પર રહેશે તમામ ટીમની નજર

 

 

જેથી સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી. જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાના ચેઈન-પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે સરથાણા પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

 

FB Comments