વિશ્વ મહિલા દિવસ: સુરતની 13 મહિલા ડૉકટરોએ 15 હજારથી વધુ મહિલાની શારીરિક તપાસ કરી, આરોગ્યની સમજણ આપીને સર્જયો વિક્રમ

8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં 13 મહિલા ડૉકટરોની ટીમે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 

શહેરમાં મહિલાઓના આરોગ્ય માટે કામ કરતી મહિલા ડૉકટરોની ટીમે તરૂણ છોકરીઓને ‘ફર્સ્ટ લવ યોર સેલ્ફ’ની ટ્રેનિંગ આપવાનું બીડું હાથમાં લીધું હતું. ડૉકટરોની આ ટીમે 15 હજારથી પણ વધુ દીકરીઓ,યુવતીઓ અને મહિલાઓને આરોગ્ય માટે જાગૃત કરી છે.આ ડૉક્ટરોનું કહેવું છે કે મહિલા દિવસ પર ખ્યાતનામ મહિલાઓનું તો સન્માન થતું જ હોય છે પણ સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. આ એવી મહિલાઓ કે દીકરીઓ હોય છે જે આખા ઘરના આરોગ્યની ચિંતા કરે છે પણ તે પોતાના આરોગ્યની કાળજી રાખી શકતી નથી. જેથી લાંબા સમયે તેમને અનેક આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

16 જાન્યુઆરીથી શરૂ થયેલી વામાની હેલ્થ મેરેથોનમાં 13 મહિલા ડૉકટરોની ટીમે શહેરની શાળાઓ, કોલેજની તરુણીઓ અને જુદા જુદા ગ્રુપની 15 હજાર કરતા વધુ મહિલાઓને હેલ્થ અને હાઈજિન વિશે સમજણ આપવામાં આવી હતી તેમજ તેમને શારીરિક અને માનસિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ 13 મહિલા તબીબમાં ડૉ.રૂપલ શાહ, ડૉ.અમી યાજ્ઞિક, ડૉ.દિપા પટેલ ,ડૉ.ઉન્નતિ મહેતા ,ડૉ.રેણુ ગાંધી ,ડૉ.અલકા શાહ ,ડૉ.તૃપ્તિ પટેલ, ડૉ.પ્રિયંકા દેસાઈ, ડૉ.વૈભવી ચોકસી, ડૉ.પ્રિયંકા ઘેવરિયા, ડૉ.સંગીતા પટેલ, ડૉ.ખુશ્બુ ચોકસી, ડૉ.બીજલ ગાંધી, ડૉ.માલતી શાહ, ડૉ.આશા ભટ્ટનો સમાવેશ થાય છે. હાલના સમયમાં પણ ઘણી તરૂણ દિકરીઓમાં પિરિયડને લઈને ગેરમાન્યતાઓ અને અણસમજ જોવા મળે છે. તેમજ મોટી ઉંમરની મહિલાઓમાં પણ સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે.

ગામડાની મહિલાઓ તો આ બધી બાબતોથી ખૂબ અજાણ છે ત્યારે આ મહિલા ડૉકટરોની ટીમે આ મહિલાઓને જાગૃત કરવાનું અને તે પછી તેમનું ફ્રી ચેકઅપ કરવાનું નક્કી કર્યું છે. 16 જાન્યુઆરીથી તેમણે આ હેલ્થ મેરેથોન શરૂ કરી છે. જેમાં તેમણે સુરત અને દક્ષિણ ગુજરાતના છેવાડાના ગામડાથી લઈને દરેક ક્ષેત્ર કે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે તેમને આવરી લઈને તેમને આરોગ્ય બાબતે જાગૃત કરવાનું શરૂ કર્યું હતું. મહિલા દિવસ સુધી તેઓએ 15 હજાર મહિલાઓને હેલ્થ માટે જાગૃત કરવાનો ટાર્ગેટ હાંસિલ કર્યો છે. આમ આ ડૉક્ટરો દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ પણ લેશે. આ હેલ્થ મેરેથોનમાં 10 હજારથી વધુ દીકરીઓને ડૉ.માલતી શાહ લિખિત પુસ્તક ‘મમ્મી હું મોટી થઈ ગઈ..!’ પણ ભેટ માં આપવામાં આવ્યું હતું.

Delhi: Reaction of people ahead of vote counting day tomorrow- Tv9

FB Comments

Parul Mahadik

Read Previous

ભરૂચમાં ડોર ટૂ ડોર યોજનામાં કૌભાંડને લઈને આક્ષેપો, પાલિકા પ્રમુખે આપ્યા તપાસના આદેશ

Read Next

પાકિસ્તાની મરિન્સ બની લૂંટારુ, ગુજરાતના માછીમારો પાસેથી મધદરિયે લૂંટી લેવાયા મોબાઈલ ફોન અને ખાવા-પીવાનો સામાન

WhatsApp chat