સુરતની સ્કૂલ-કૉલેજોના 10,000 છોકરા-છોકરીઓ આ Valentine’s Day પર રચશે એવો ઇતિહાસ કે તેમના PARENTS થઈ જશે ખુશ અને પોતાના સંતાનો પર કરશે ગૌરવ !

14 ફેબ્રુઆરી એટલે કે Valentine’s Dayના રોજ સુરતમાં સર્જાશે એક અનોખો ઇતિહાસ. 10 હજાર યુવાઓ એક એવા સોગંદ લેશે કે તેમના વાલીઓ ગળગળા થઈ જશે.

હકીકતમાં સુરતમાં હાસ્યમેવ જયતે નામની એક સંસ્થા દ્વારા વૅલેંટાઇન ડેએ એક કાર્યક્રમ યોજાવાનો છે અને આ કાર્યક્રમમાં સુરત શહેરના અંદાજિત 10 હજાર યુવક-યુવતીઓ શપથ લેશે કે તેઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈ લવ મૅરેજ નહીં કરે. આ માટે રિલેશનશિપ ખતમ કરવી પડે, તો પણ તેઓ ખચકાશે નહીં.

READ  અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં વકીલને કરોડો રૂપિયાની લાલચ!

હાસ્યમેવ જયતે સંસ્થા ચલાવતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં સ્કૂલ-કૉલેજના છોકરા-છોકરીઓ શપથ લેશે કે જો તેમના માતા-પિતાને લવ મૅરેજ સામે વાંધો હશે, તેઓ પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન નહીં કરે.

એક મીડિયા સાથેની વાતચીતમાં મસાલાવાળાએ કહ્યું કે હાલના સમયમાં યુવાનો પ્રેમમાં પડી આવેગમાં લગ્નનો નિર્ણય કરી લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને પણ લગ્ન કરે છે, પરંતુ આવા ઉતાવળિયા લગ્ન લાંબા ટકતા નથી. અમે ઇચ્છીએ છીએ કે જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે, ત્યારે યુવાઓએ માતા-પિતાની સલાહ લેવી જોઇએ.

READ  વાસી રોટલીઓ ફેંકી દેવાના બદલે સવાર-સવારમાં ખાશો તો શરીરમાં થશે આટલા ફાયદાઓ

આ કાર્યક્રમ સુરત શહેરની 15 જેટલી સ્કૂલ-કૉલેજોમાં યોજવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીઓ આ શપથ લેશે. જે સ્કૂલોમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં પાલનપુર પાટિયા પાસેની સંસ્કાર ભારતી, અડાજણની પ્રેસિડન્સી હાઈસ્કૂલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામીનારાયણ એમ વી વિદ્યાલય, સન ગ્રેસ વિદ્યાલય, વરાછાની નવચેતના વિદ્યાલય તથા જ્ઞાન ગંગા વિદ્યાલય સામેલ છે.

[yop_poll id=1340]

READ  સુરતના CNG પંપ પર સ્કૂલ વાનમાં લાગી આગ, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments