VIDEO: સુરતમાં BRTSની અડફેટે યુવકનું મોત, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ

Surat: Youths died after being hit by speeding BRTS bus, fumed people vandalised 2 buses

સુરતના પુણા કુંભારીયા રોડ પર BRTS બસે યુવકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. BRTS બસની અડફેટે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સ્થાનિકોએ BRTSની 2 બસોમાં ભારે તોડફોડ કરી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ: NCPએ બોલાવી ખાસ બેઠક, શિવસેનાને સમર્થન મુદ્દે લેવાશે નિર્ણય, જુઓ VIDEO

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ BRTSના બસ ચાલક પર ઓવરસ્પીડમાં બસ હંકારવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પુણા કુંભારીયા રોડ પર આવેલી APMCમાં મૃતક યુવક છૂટક મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પહેલાં પતંજલિ પ્રોડક્ટસ પછી પરિધાન અને હવે 'પતંજલિ JOBS'! યુવાનોને નોકરીની તક આપવાનો બાબા રામદેવનો માસ્ટર પ્લાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments