સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હઝીરા ખાતે એલ એન્ડ ટી આર્મર્ડ સિસ્ટમની મુલાકાતે, K9 વજ્ર-T ગન દેશને અર્પણ કરશે

Surat:Rajnath Singh to flag off 51st K-9 Vajra T Gun at L&T Armoured Systems Complex at Hazira today

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે હઝિરા ખાતે આવેલા એલ એન્ડ ટી આર્મર્ડ સિસ્ટમકોમ્પ્લેક્ષની મુલાકાત લેશે અને K9 વજ્ર-T ગન દેશને અર્પણ કરશે. આ ગનનું Make in India પ્રોગ્રામ હેઠળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભારત હવે સ્વદેશમાં જ સેના માટે અત્યાધુનિક હથિયારો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ કડીમાં દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી ‘સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન’ને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના હસ્તે દેશને અર્પણ કરાશે.

READ  વર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ ધરાવતા મહિસાગરમાં મેઘરાજાએ વરસાવી મહેર

આ પણ વાંચો: VIDEO: રાજકોટ પોલીસ ચોકીમાં ગોળી વાગતા મોતનો કેસ, મોડી રાત્રે PSI ચાવડાની કરાઇ ધરપકડ

તેનું નિર્માણ સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરી કરવામાં આવ્યું છે. K9 વજ્ર ટેન્ક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફથી દેશને અર્પણ કર્યા બાદ તેણે કરેલા સુચનો મુજબ જરૂરી ફેરફાર કરીને આ ટેન્કનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Uproar in Rajya Sabha over Ghulam Nabi Azad's RSS ISIS remark; BJP demands apology - Tv9

દેશમાં જ સુરક્ષાના સાધનોનું ઉત્પાદન થાય તેના માટે કેન્દ્ર સરકારે ડિફેન્સ પોલીસીમાં પરિવર્તન કર્યું હતું. નવી પોલીસીમાં ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતની જ કંપનીઓ સાથે સરકારે સુરક્ષાના સાધનો બનાવવાના કરાર કર્યા હતા. સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોને સંરક્ષણ મંત્રાલય તરફથી માર્ચ, 2018માં આ ટેન્કના નિર્માણનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલા સૌથી મોટો ઓર્ડર છે.

READ  આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments