ગાડી માટે પસંદગી નંબર લેવા એક સુરતીએ ચૂક્વ્યા 1.50 લાખ રૂપિયા!

Surat's man spent Rs. 1.50 lacs to get desired registration number for car gadi mate pasandgi no number leva mate ek surti e chukvya 1.50 Lakh rupiya

એક તરફ મંદીની બુમરાણ થઈ રહી છે, ત્યારે બીજી તરફ સુરત આરટીઓ પસંદગીના નંબરો થકી દર વર્ષે કરોડો રૂપિયાની આવક પણ મેળવી રહી છે. ચાલુ વર્ષે પણ સુરત આરટીઓને પસંદગીના નંબર થકી 4 કરોડ રૂપિયા કરતાં પણ વધુની આવક થઈ છે.

Surat's man spent Rs. 1.50 lacs to get desired registration number for car gadi mate pasandgi no number leva mate ek surti e chukvya 1.50 Lakh rupiya

વાહનોના પસંદગીના નંબરો લેવાનો ક્રેઝ જાણે સુરતીઓમાં જ જોવા મળે છે. સુરત આરટીઓમાં દર વર્ષે લાખો વાહનો રજિસ્ટ્રેશન માટે આવે છે પણ ત્યારબાદ પસંદગીના નંબરો માટે પણ સુરતીઓ એટલા જ આગળ છે. સુરત આરટીઓમાં પસંદગીના નંબરોમાં સૌથી વધારે 9999, 9000, 1111, 0007, 786 જેવા નંબરો હંમેશા ટોપ પર રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, સુઈ ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

Surat's man spent Rs. 1.50 lacs to get desired registration number for car gadi mate pasandgi no number leva mate ek surti e chukvya 1.50 Lakh rupiya

જેના માટે વાહનોના શોખીનો ઓનલાઈન અરજીઓ કરે છે અને જેના માટે નિયત ફી પણ ચૂકવે છે. હમણાં લેટેસ્ટ સિરીઝની વાત કરીએ તો RK સિરીઝમાં પસંદગીના નંબર માટે કુલ 425 લોકોએ અરજી કરી હતી. જેમાં ટોપ 7 નંબર નીચે મુજબ રહ્યાં હતા.

 

ક્રમ  નંબર  રૂપિયા
1 9000 1,50,000
2 9999 1,01,000
3 1001 80,000
4 0555 45,000
5 1111 42,000
6 2121 33,000
7 0003 26,000
READ  પાણીના પોકાર વચ્ચે સારા સમાચાર, નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ટોપ 7માં જે સૌથી વધારે રૂપિયા 1,50,000 નંબર માટે ખર્ચ્યા છે તે હતા રવિ ખરાદી. રવિ ખરાદીએ MG હેકટર 19 લાખ રૂપિયાની ફોર વ્હીલર ખરીદી છે અને પસંદગીના નંબર માટે તેમણે 5 લાખ રૂપિયા બેંકમાં સાચવી રાખ્યા હતા. 9999 નંબર તેમને એટલો પ્રિય છે કે તેમની બાઈકનો નંબર, ચેસીસ નંબર, મોબાઈલ નંબર બધામાં 9999નો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જુનાગઢ તુવેર કૌભાંડમાં ખૂલ્યા સાત આરોપીઓના નામ

 

રવિ ખરાદીએ ગાડી નંબર 9000 માટે 1,50,000 રૂપિયા આપ્યા છે. લાંબા સમય બાદ સુરત આરટીઓમાં પસંદગીના નંબર પેટે સારી આવક થઈ છે. ચારે તરફ મંદીની બૂમ છે તો આ પસંદગીના નંબર માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાનો શોખ આ રીતે પણ પુરા કરી રહ્યા છે.

Cold Wave to grip Gujarat in next 24 hours : MeT predicts | Tv9GujaratiNews

FB Comments