સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રે મેળવ્યું NEETની પરિક્ષામાં ઝળહળતું પરિણામ

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રએ શિક્ષણક્ષેત્રે સિદ્ધી મેળવી છે.  મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા પાસ કરવી ખૂબ અઘરી હોય છે પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાડાના મકાનમાં રહેતાં પરિવારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો:  નીતિશ કુમારની નવી નીતિ, બિહારમાં NDAની સાથે તો બહાર એકલા જ ચૂંટણી લડશે જેડીયુ

દિવ્યાંગ માતા પિતાના પુત્ર કિરણ વાણિયાએ નીટની પરીક્ષામાં  720માંથી 481 માર્કસ મેળવી સ્કૂલમાં પ્રથમ અને જીલ્લામાં ત્રીજું સ્થાન તેમજ ભારત કેટેગરીમાં 2011મો નંબર પ્રાપ્ત કર્યો છે. કિરણે ક્લાસિસ  વિના આ પરીક્ષા પાસ કરી છે. પિતા પણ છૂટક કામ કરીને પુત્ર કિરણને ભણાવી રહ્યાં છે. કિરણે સ્કૂલ તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું તેમજ જીલ્લામાં  ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પુત્રના પરિણામથી પરિવારમાં પણ ઉત્સાહ છે અને પુત્ર કિરણને ડોકટર બનાવવાનું સપનું જોઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gold rush in Ahmedabad, Surat on Pushya Nakshtra - Tv9 Gujarati

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments