સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ સહાય કૌભાંડ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો, તાલુકા વિસ્તરણ અધિકારી બન્યા ફરિયાદી

Surendranagar: Scam in Ativrushti Sahay Yojana; Complaint filed in the matter surendranagar ativrushti sahay kobhand mude guno dhakhal karvama aavyo taluka vistaran adhikari banya fariyadi

સુરેન્દ્રનગરમાં 1200 કરોડ રૂપિયાની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. જેમાં રૂપિયા જમા થતા જ ઉપાડી લેવાયા. ખેડૂત એકતા મંચના આગેવાનોએ આક્ષેપ કર્યો કે બેંક એકાઉન્ટ નંબર આપનારા નહીં પરંતુ કૌભાંડ કરનારા કોઈ અન્ય વ્યક્તિઓ છે.

READ  APMC અમદાવાદમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1800, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હવે આ કૌભાંડ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લખતર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી તાલુકા વિસ્તરણ અધિકારી બન્યા છે અને કોમ્પ્યુટર ઓપરેટર નાગજી બાવલિયા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની પર 29 લાભાર્થી ખેડૂતોના નાણાં ચાઉ કરી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સૌપ્રથમ અહેવાલ ટીવી-9એ દર્શાવ્યો હતો, ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને કાર્યવાહી શરૂ કરી હતી.

READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ

FB Comments