સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર વિપક્ષ એર સ્ટ્રાઇક સમયે મોદી સરકારની સાથે, કોંગ્રેસે કરી દીધી મોટી વાત

પાકિસ્તાનમાં ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. દેશની આ સ્થિતિમાં જ્યાં એક તરફ પાકિસ્તાનમાં એકતા દેખાતી નથી ત્યારે ભારતમાં આ મુદ્દે તમામ વિપક્ષ સાથે હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પણ વૈશ્વિક ધોરણે પાકિસ્તાનને અલગ-થલગ કરવાની તમામ તૈયારીઓ કરી દીધી છે.

ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે ચીન જતાં પહેલાં ઘણાં દેશોના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. જેમની સાથે તેમને હાલની દેશની સ્થિતિ અને ભારત દ્વારા ભરવામાં આવેલા પગલાં અંગે ચર્ચા કરી હતી. ભારતીય વિદેશ મંત્રીએ બાંગ્લાદેશ, શ્રીલંકાથી લઈ અમેરિકા, ઇઝારયલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હોવાનું જણાવ્યું છે.

READ  ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

આ પણ વાંચો : EXCLUSIVE : ‘એક થા ટાઇગર’ : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

જયારે આજે દિલ્હીમાં મળેલ સર્વદળીય બેઠક બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તમામ પક્ષો એક સુરમાં સુરક્ષા દળોની પ્રશંસા કરી છે અને સરકારના આતંક વિરોધી ઓપરેશનોનું સમર્થન કર્યું છે. મને ખુશી છે કે તમામ પક્ષોએઅને વિપક્ષનો ભેદ દુર કરતા એક જુટતાનું પ્રદર્શન કર્યું છે.

READ  VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન

એક અહેવાલ અનુસાર ર્વદળીય બેઠક દરમિયાન વિદેશ મંત્રીએ નેતાઓને કહ્યું હતું કે તેમણે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો ઉપર ભારતીય હવાઇ હુમલાને લઈને અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે વાત કરી છે. આ બેઠકમાં સરકાર તરફથી ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિત્ત મંત્રી અરુણ જેટલી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વિજય ગોયલ અને બધા મોટા દળોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

READ  VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે

કોંગ્રેસે કરી મોટી વાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સર્વદળીય બેઠક બાદ કહ્યું હતું કે અમે ભારતીય સેનાની પ્રશંસા કરી છે. આતંકવાદને નાબૂદ કરવા માટે હંમેશા અમારું સમર્થન છે. એક સારી વાત એ હતી કે આ ક્લીન ઓપરેશન હતું, જે ફક્ત આતંકીઓ અને આતંકી કેમ્પોને જ ટાર્ગેટ કર્યા હતા.જેમાં કોઇ પણ સામાન્ય નાગરિકનો ભોગ લેવામાં આવ્યો નથી.

[yop_poll id=1840]

Oops, something went wrong.

FB Comments