ભારતે ગુપ્ત રીતે કરી વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક , મ્યાનમાર સરહદમાં હવે ચીન સમર્થિત 10 કેમ્પોને કર્યા નેસ્તનાબૂદ

પુલવામા આતંકી હુમલાનો જવાબ આપતાં ભારતે બાલાકોટમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે ભારતે પોતાની અન્ય સરહદો પણ સુરક્ષીત કરી દીધી છે. જેમાં ભારત અને મ્યાનમારની સેના એ ભારત-મ્યાનમાર બોર્ડર પર 17 ફેબ્રુઆરીથી લઇ 2 માર્ચ સુધી એક મેગા ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓનો પૂર્વોત્તરમાં ભારતના એક મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પર હુમલાનો મંસૂબો નિષ્ફળ કરી દીધો.

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર હુમલા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે સતત તણાવ પૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનમાં ઘૂસી બાલાકોટ પર હુમલો કરી જૈશના આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા.

ક્યાં કર્યો હતો હુમલો ?

જે સમયગાળામાં જ ભારતીય સેનાએ મ્યાનમારની અરાકાન આર્મી પર હુમલો કર્યો હતો. આ આર્મીને કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી (KIA)નું વરદહસ્ત પ્રાપ્ત છે. આ સંગઠનને મ્યાનમારની સરકારે આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. અરાકાન આર્મી મેગા કાલાદાન પ્રોજેક્ટ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યું હતું. આ એક ટ્રાંઝિટ પ્રોજેક્ટ છે જે કોલકત્તાના હલ્દિયા પોર્ટને મ્યાનમારના સિત્વે પોર્ટ (Sitwe port) સાથે જોડશે.

READ  મોડાસા નજીક એક યુવકને બાંધીને છરીની અણીએ આપી ધમકી, VIDEO થયો વાયરલ

ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મિઝોરમ મ્યાનમાર સાથે જોડાશે. આ પ્રોજેક્ટ કેટલો અગત્યનો અંદાજો એ પરથી લગાવી શકો છો કે તેનાથી મ્યાનમારથી મિઝોરમનું અંતર 1000 કિલોમીટર સુધીનું હશે. આ સિવાય બંને સ્થળોની વચ્ચે ટ્રાવેલ ટાઇમમાં પણ કમ સે કમ ચાર દિવસનો ઘટાડો આવશે.

સેનાના સૂત્રોના મતે ડિપ્લોયમેંટ અને કવર કરવામાં આવેલા એરિયાના મામલામાં આ પોતાની રીતે પહેલું ઓપરેશન હતું જો કે બે સપ્તાહ સુધી ચાલ્યું અને 2 માર્ચના રોજ ખત્મ થયું. રિપોર્ટના મતે અરાકાન આર્મી અને KIAને ચીનનું સમર્થન પ્રાપ્ત છે.

READ  ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ

આ ઓપરેશનમાં ઉગ્રવાદીઓના ડઝનબંધ અડ્ડાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધા છે. આ જમીન પર હવે મ્યાનમારની સેનાનો કબ્જો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં KIAએ 3000 છોકરાઓને ટ્રેંડ કર્યા છે. આ સંગઠન મ્યાનમારના કાચિન પ્રાંતમાં સક્રિય છે. કાચિન પ્રાંત ચીનની સરહદે આવેલ છે, તે દ્રષ્ટિથી ચીન માટે તેમને ટ્રેંડ કરવા સરળ હતા.

રિપોર્ટના મતે આ 3000 ઉગ્રવાદી મિઝોરમના લવાંગતાલા જિલ્લામાં પોતાના ઠેકાણા બનાવાની કોશિષ કરી રહ્યાં હતા. તેમણે અહીંથી ખદેડવા માટે જ સેના એ ઓપરેશન ચલાવ્યું હતું. ઓ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની સ્પેશ્યલ ફોર્સ, અસમ રાઇફલ્સ, બીજી ઇંફ્રેંટી યુનિટ્સ સામેલ હતા. આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ સાધનોનો ઉપયોગ કરાયો હતો.

READ  રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

ભારતે કરી છે ત્રણ સર્જિકલ સ્ટ્રાઇક

આપને જણાવી દઇએ કે 9 માર્ચના રોજ કર્ણાટકની એક રેલીને સંબોધિત કરતાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પાંચ વર્ષમાં ઇન્ડિયન આર્મી એ ત્રણ વખત પોતાની સરહદથી બહાર જઇ એર સ્ટ્રાઇક કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ બે સ્ટ્રાઇક અંગે જ માહિતી આપશે. ગૃહમંત્રીએ ત્રીજા એર સ્ટ્રાઇક અંગે માહિતી આપવાની ના પાડી દીધી હતી. હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ હુમલા અંગે કદાચ ગૃહમંત્રી વાત કરી રહ્યા હતા.

Students forced to write letters in support of CAA, alleges Congress leader Arjun Modhwadia |TV9News

FB Comments