વાહ સુરત વાહ ! સુરતમાં ‘ખાસ’ કારણસર રાતના 12ની જગ્યાએ દિવસના 12 વાગ્યે જામ્યો ન્યૂ યર ઉજવણીનો માહોલ, જુઓ Video

સમગ્ર દેશમાં વર્ષ 2019ને આવકારવા માટે થનગનાટ છે. દેશના મોટા શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે યુવા ધને તૈયારીઓ કરી લીધી છે અને સૌને પ્રતીક્ષા છે આજે રાતના 12 વાગવાની, પરંતુ સુરતમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.

સુરતમાં ન્યુ યર ઉજવણીની તસવીર
સુરતમાં ન્યુ યર ઉજવણીની તસવીર

આખો દેશ જ્યારે આજે રાતના 12 વાગવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કૉલેજના યુવક-યુવતીઓએ દિવસના 12 વાગ્યે જ ધમાલ મસ્તી કરી નાખી.

સુરતના કૉલેજના યુવા હૈયાઓમાં નવા વર્ષને આવકારવા માટે અનોખો ઉત્સાહ હતો અને એટલે જ લોકોએ દિવસના 12 વાગ્યે જ ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેઓ દિવસે કેમ પાર્ટી કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુવાનોનું કહેવું હતું કે રાત્રે 12 વાગ્યે કદાચ ઘરેથી બહાર જવાની પરમિશન ન પણ મળી શકે. એટલે તેઓ દિવસમાં જ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

સુરતમાં કૉલેજના આ વિદ્યાર્થીઓ જુદી-જુદી જગ્યાએ હોટેલો અને વિવિધ સ્થળોએ એકઠા થયાં અને થર્ટી ફર્સ્ટ નાઇટનો માહોલ દિવસમાં જ જમાવી દિધો.

આપ પણ જુઓ વીડિયો :

Did you like the story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Coconut doesn't suit in monkey's hand: Union minister Ashwini Choubey attacks on Mahagathbandhan


FB Comments

Hits: 486

Comments are closed, but trackbacks and pingbacks are open.