સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ, નિર્દેશક રૂમી જાફરીને બિહાર પોલીસની નોટિસ

Sushant singh rajput aatmahatya case Nirdeshk rumi jaffery ne bihar police ni notice

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં નિર્દેશક રૂમી જાફરીની બિહાર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. લેખક અને નિર્દેશક રૂમી સુશાંતના ખુબ જ ખાસ મિત્ર રહ્યા છે અને તે સુશાંત અને રિયા ચક્રવર્તી સાથે એક ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. આ ફિલ્મની સ્ક્રીપ્ટ અંતિમ ચરણમાં હતી અને લોકડાઉનને કારણે કામ આગળ ન વધ્યું. સુશાંતની આત્મહત્યાના બે દિવસ પહેલા જ રૂમીએ સુશાંત સાથે વાત કરી હતી અને ત્યારે સુશાંત ખૂબ જ ઉદાસ હતા. સુશાંતની આત્મહત્યા બાદ રૂમીએ તેની ભાવનાઓને વ્યક્ત કરી અને જણાવ્યું હતુ કે બોલિવૂડના અમુક લોકો સુશાંતને નુકસાન પહોંચાડવા માગતા હતા અને એ જ કારણ છે કે સંખ્યાબંધ ફિલ્મસ તેના હાથથી નીકળી ગઈ હતી.

READ  જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલ મુંબઈમાં રૂમીના ઘરે બિહાર પોલીસ પહોંચી છે અને તમામ મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે. બિહાર પોલિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં બિહારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મુંબઈ આવશે અને આ બાબતે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે બિહાર પોલીસે એ પણ કહ્યું કે રિયા વિરુદ્ધ તેમની FIRમાં ઘણા  આક્ષેપો છે, જે પણ કાનૂની પગલાં હશે તે લેવામાં આવશે અને કોર્ટ રિયા માટે લુકઆઉટ નોટિસ આપશે કે નહીં એનો નિર્ણય કરશે.આ સાથે જ બિહાર પોલીસે સુશાંત સાથે સંકળાયેલા વધુ બે લોકોની પ્રતિક્રિયા નોંધાવી.દિગ્દર્શક મુકેશ છાબરા અને મહેશ શેટ્ટી આ બંને સુશાંતના ખાસ મિત્રો છે.

READ  VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુશાંતસિંહ રાજપૂતના નોકર સેમ્યુઅલ મીરાંડાના પટના પોલીસની FIRમાં આરોપી છે. રિયાએ સેમ્યુઅલના નામે એક નવું સિમકાર્ડ લીધું હતું. સુશાંતના પિતા કે.કે. સિંહનો આરોપ છે કે રિયાએ સુશાંતનો મોબાઈલ નંબર બદલ્યો હતો, જેથી તેના પિતા અને સુશાંત વચ્ચે અનબન થઈ હતી. આ તમામ બાબતે તપાસ માટે આજે મુંબઈ પોલીસ સેમ્યુઅલના ઘરે પહોંચી. મુંબઈ પોલીસ પૂછપરછ બાદ ત્યાંથી રવાના થઈ ગઈ અને સેમ્યુઅલના ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ મામલે પટણા પોલીસ પણ તપાસ કરી રહી છે.

READ  VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments