પાકિસ્તાનના વડાપ્રધાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને સોંપી દેવામાં આવે: સુષ્મા સ્વરાજ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન જ્યા સુધી આતંકી સંગઠનો પર કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી કોઈ વાતચીત નહિં થઈ શકે.

તેમને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને અમને સોંપી દેવામાં આવે. ‘ઈન્ડિયાઝ વલ્ડૅ’ મોદી સરકાર ફોરેન પોલિસી પર વાતચીતમાં તેમને કહ્યું કે પાકિસ્તાનને ISI અને તેમની સેના પર નિયંત્રણ કરવાની જરૂર છે. જે વારંવાર દ્વીપક્ષીય સંબંધોને બરબાદ કરવાનું વલણ ધરાવે છે. અમે આતંકવાદ પર વાત નથી ઈચ્છતા, અમે તેના પર કાર્યવાહી કરવા માંગીએ છીએ. આતંક અને વાતચીત સાથે સાથે નહિં ચાલી શકે.

તેમને વધુમાં જણાવ્યું કે જો ઈમરાન ખાન ઉદાર છે તો અમને મસૂદ અઝહર સોંપી દેવામાં આવે. ભારત અને પાકિસ્તાનના સારા સંબંધો થઈ શકે છે. પાકિસ્તાન દ્વારા તેમની ધરતી પર આતંકી સંગઠનો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી તેમને ઘણા દેશોને જાગૃત કરી દીધા કે ભારત પાકિસ્તાનની સાથે સંબંધમાં ખટાશ નહિ આવે પણ તેમની તરફથી કોઈ હુમલો થશે તો ભારત ચુપ નહી બેસે. તેમને કહ્યું કે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત સ્થિતીને ખરાબ કરશે.

ઇસ્લામિક સહકાર સંગઠન(OIC)ની બેઠકમાં મળેલા આમંત્રણ વિશે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આ મુદ્દા પર ખુબ વિનમ્રતાનો અનુભવ કરી રહ્યું છે કે તેને ‘ગેસ્ટ ઓફ ઓનર’ નો દરજ્જો આપવામાં આવે.

READ  VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નિધન, લોકોએ કર્યા અંતિમ દર્શન

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments