અડવાણી પર રાહુલ ગાંધીએ કટાક્ષ પૂ્ર્ણ ટિપ્પણી કરતા વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું ભાષાની મર્યાદા રાખો

લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચન્દ્રપુરની રેલીમાં સંબોધન કર્યુ હતુ. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર રાહુલ ગાંધીએ વિવાદિત શબ્દો બોલતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે. 

Congress President Rahul Gandhi

જેથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીને ટ્વિટ કરીને શિખામણ આપી હતી. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યું કે, ‘હિન્દુ ધર્મમાં સૌથી જરૂરી હોય છે ગુરુ. ગુરુ અને શિષ્યનો એક સંબંધ હોય છે. મોદીજીના ગુરુ કોણ છે…અડવાણીજી. મોદીજીએ પોતાના ગુરુ અડવાણીજીને ચંપલથી મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા હતા. હિન્દુ ધર્મની વાત કરે છે.

રાહુલ ગાંધીના આ નિવેદન પર સુષ્મા સ્વરાજ ભાષાના શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવાની શિખામણ આપતા ટ્વિટ કર્યું હતું કે, ‘રાહુલજી, અડવાણીજી અમારા માટે પિતા સમાન છે. તમારા નિવેદને અમને ઘણો આઘાત પહોંચાડ્યો છે. આથી મહેરબાની કરીને ભાષાની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરો.’

READ  વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા કાળા બેગ પર કોગ્રેસે દર્શાવી શંકા, કરી તપાસની માંગ

ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્થાપના દિવસના 2 દિવસ પહેલા અડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, ભાજપે ક્યારેય તેમના રાજકીય વિરોધીઓને તેમને કયારેય દુશ્મન કે દેશદ્રોહી નથી માન્યા. તેમની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી ટિકિટ ન મળ્યા બાદની તેમની આ પ્રથમ જાહેર ટિપ્પણી હતી. અડવાણીએ કરેલા બ્લોગ પોસ્ટ બાદ વિપક્ષ દ્વારા વડાપ્રધાન મોદી પર પ્રહાર થઈ રહ્યા છે.

READ  ગરવા ગિરનારની ગોદમાં ધ્વજારોહણ બાદ 5 દિવસીય મેળાની સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ

 

Oops, something went wrong.
FB Comments