SAARC સંમેલન માટે શું વડાપ્રધાન મોદી પાકિસ્તાન જશે? સુષ્મા સ્વારજે કર્યો ખુલાસો

Sushma Sawaraj_Tv9
Sushma Sawaraj_Tv9

ભારતે ફરી એક વખત પાકિસ્તાને તેના શબ્દોમાં જ જવાબ આપ્યો છે. ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે, આતંકવાદી પ્રવૃત્તિ અને વાતચીત એક સાથે શક્ય નથી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન તરફથી ભારતને સાર્ક સંમેલન માટે આપવામાં આવેલા આમંત્રણ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિ રોકવામાં આવશે નહીં. ત્યાં સુધી કોઇ પણ વાતચીત શક્ય નથી.

વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પાકિસ્તાન સાર્ક શિખર સંમેલન માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ મોકલી શકે છે. સુષ્મા સ્વરાજના નિવેદનથી સ્પષ્ટ છે કે, ભારત આ પ્રકારના કોઈ આમંત્રણને સ્વીકારના મૂડમાં નથી. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનની પાસે જ્યારથી સાર્ક અધ્યક્ષનું પદ મળ્યું છે ત્યારથી કોઇ પણ બેઠક થઇ શકી જ નથી.

READ  સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?
Sushama_Tv9
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાર્ક સંમેલનમાં ભારતના ભાગ લેવા પર આપી પ્રતિક્રિયા

સુષ્મા સ્વારાજે બુધવારના ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાડોશી સાથે વાતચીત કેવી રીતે થઇ શકે ? તેમણે કહ્યું કે આપણે પઠાનકોટ અને ઉરી હુમલાને પણ જોવો પડશે. વાત અને આતંક બંને એકસાથે ચાલી શકે નહીં.

આ પણ વાંચો શું તમારા બાળકનો સ્વભાવ ચીડીયો થઈ ગયો છે, તો આ રિપોર્ટ તમે જરૂરથી વાંચ જો

READ  'Howdy Modi' કાર્યક્રમ માટે અમેરિકી સાંસદ તુલસી ગબાર્ડે કર્યુ વડાપ્રધાન મોદીનું સ્વાગત, જુઓ VIDEO

સાર્ક શિખર સંમલેનનું આયોજન ત્યારે જ શક્ય છે જ્યારે તમામ સભ્ય દેશ તેના પર એક સાથે તૈયાર થયા હોય. એટલું જ નહીં સંમેલન માટે સદસ્યો વચ્ચે તારીખો નક્કી થયા બાદ જ નિમંત્રણ મોકલી શકાય છે. આ સંબંધમાં એવું જણાવ્યું કે, ભારત સાર્ક શિખર સંમેલનમાં વિશેષ આમંત્રિત સભ્ય નથી. જેના કારણે પાકિસ્તાન તેને આમંત્રિત કરી શકે છે. ભારત સાર્ક પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. તમામ સદસ્ય દેશોની સહમતિથી જ સાર્ક સંમેલનની તારીખ નક્કી કરવામા આવે છે. પંરતુ હાલમાં તે પ્રમાણે થયું નથી.

READ  વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ ફાઈટર વિમાનનું કર્યુ સ્વાગત, જાણો તેનો શું થાય છે અર્થ

[yop_poll id=”57″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments