ભારતના પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ કારણોસર ફરી એક વખત કેબિનેટમાં સામેલ થયા નથી

નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લીધા છે. તો PM મોદી કેબિનેટમાં કયા કયા નેતાઓને સ્થાન મળશે તેની અટકળો ચાલી રહી હતી. જેમાં અમિત શાહ પ્રધાનમંડળમાં સામેલ થશે કે નહીં તેની પણ અનેક અટકળો ચાલી રહી હતી. તો ત્રીજા ક્રમે અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પરંતુ સૌથી ચોંકાવનાર વાત એ છે કે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ વખતે સરકારનો ભાગ નથી.

 

READ  આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લઈને બીજી વખત PM બન્યા છે પરંતુ નીતિશ કુમારની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અરૂણ જેટલી પણ આ વખતે સરકારનો ભાગ નથી બન્યા. પોતાની તબિયતને લઈને તેમણે પ્રધાનમંત્રીને પત્ર લખીને મંત્રી પદ ન આપવા માટેની વિનંતી કરી હતી. તો સાથે સુષમા સ્વરાજે પણ મંત્રીપદ માટે ના પાડી છે. માહિતી પ્રમાણે સુષમા સ્વરાજે પણ પોતાની તબિયતના કારણે મંત્રીપદથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.જો કે સુષમા સ્વરાજ શપથ વિધિમાં હાજર રહ્યા છે.

READ  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

Aravalli: Bank manager flees from home quarantine in Meghraj| TV9News

FB Comments