જમ્મુ કશ્મીરમાં RSS નેતા પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં બોડીગાર્ડનું મોત

જમ્મૂ કશ્મીરના કિસ્તવાડમાં હોસ્પિટલને આંતકીઓએ હુમલાનો નિશાન બનાવ્યુ. આ હુમલામાં RSS સાથે સંકળાયેલ એક નેતાને નિશાન બનાવવામાં આવ્યા. હુમલામાં નેતા ચંદ્રકાંતને ગભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એમના બોડીગાર્ડનુ મોત થયું છે. 

આ હુમલો હોસ્પિટલના ઓપીડીમાં કરવામાં આવ્યો. જ્યાં ચંદ્રકાંત શર્મા પોતાના બોડીગાર્ડ સાથે હાજર હતાં. એવા સમયે બુરખો પહેરીને આવેલા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચંદ્રકાંતને ઈજા પહોંચી હતી અને બો઼ડીગાર્ડની હત્યા કરી હુમલા ખોર હથિયાર લઈને ભાગી ગયા હતાં.

READ  કાશ્મીરમાં યુવાનોને ગેરમાર્ગે દોરતા અલગાવવાદી નેતાઓના સંતાનો વિદેશમાં આરામથી કરી રહ્યા છે આ કામ

 

 

હોસ્પિટલમાં હુમલો થતા અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. આ માહોલનો લાભ લઈ હુમલાખોરો ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં. હુમલાખોર પુરુષ છે કે મહિલા તે અંગે કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે હોસ્પિટલની બહાર પાકિસ્તાન વિરોધી નારા લોકો લગાવી રહ્યાં છે.

READ  પુલવામામાં સેનાએ એન્કાઉન્ટરમાં જૈશના 4 આતંકીઓ કર્યા ઠાર , આતંકી બનેલા 2 SPOનો પણ ખાત્મો

 

Oops, something went wrong.
FB Comments