પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ભાજપના સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ જોડાઈ શકે છે કૉંગ્રેસમાં, રાજકીય શેરીઓમાં ચર્ચા

ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા સાંસદ કીર્તિ આઝાદ આગામી 15 ફેબ્રુઆરીના રોજ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.

કીર્તિ આઝાદ લોકસભા ચૂંટણી 2014માં બિહારની દરભંગા લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતાં. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કીર્તિ આઝાદને કૉંગ્રેસનું સભ્ય પદ આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આઝાદ કૉંગ્રેસમાં જોડાયા બાદ દરભંગા જશે અને ટેકેદારો તથા કાર્યકરો સાથે બેસી આગળની રણનીતિ નક્કી કરશે.

READ  મુંબઈ પાસેના લૉ-પ્રેશરના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો અહેવાલ

કીર્તિ આઝાદ લાંબા સમયથી કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા હતાં. તેથી તેમને 2015માં ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતાં. આઝાદના પિતા ભાગવત ઝા આઝાદ બિહાર કૉંગ્રેસના મોટા નેતા હતા અને તેઓ 1988-89 દરમિયાન બિહારના મુખ્યપ્રધાન પણ રહ્યા હતાં.

જોકે કીર્તિ આઝાદ કૉંગ્રેસમાં જોડાતા અને દરભંગાથી ઉમેદવારીનો દાવો કરતા મહાગઠબંધનના અનેક નેતાઓના ચૂંટણી ગણિતમાં ગરબડ થઈ શકે છે. હકીકતમાં દરભંગા બેઠક પરથી વિકાસશીલ ઇંસાન પાર્ટીના પ્રમુખ મુકેશ સાહનીની દાવેદારી પાકી માનવામાં આવી રહી હતી.

READ  મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસ 19 હજારને પાર, જાણો મુંબઈ શહેરની શું છે સ્થિતિ?

[yop_poll id=1305]

Oops, something went wrong.
FB Comments