સ્વચ્છતા અને પ્લાસ્ટિકના વપરાશને લઈને જાગૃતિ માટે કાલુપુર રેલવે સ્ટેશન પર 2 દિવસીય એક્ઝિબિશન

2 ઓક્ટોબરથી રેલ્વે સ્ટેશનો પર પ્રતિબંધીત 50 માઈક્રોન પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન  લગાવવામા આવ્યો છે. મુસાફરોમા પણ પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને જાગૃતિ આવે તેમજ રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે માટે સ્વચ્છતા પખવાડા હેઠળ સ્ટેશન પર ખાસ એક્ઝિબિશન યોજવામા આવ્યુ. જેની શરૂઆત રેલ્વે ડીઆરએમ દ્રારા કરવામા આવી. આ પ્રદર્શન 2 દિવસ માટે આયોજીત કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાલુપુર રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર યોજાયેલ એક્ઝિબીશનમા બાયો ટોઈલેટ રાખવામાં આવ્યું છે.   સ્વચ્છતાને લઈને રેલ્વે વિભાગ દ્રારા તૈયાર કરેલી વીડીયો પણ ખાસ બનાવવામાં આવ્યો છે.

આ વીડિયોે  એલએડી સ્કીન પર ચલાવવામાં આવી રહ્યો છે જેથી લોકોમા સ્વચ્છતાને લઈને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને લઈને જાગૃતિ આવે. એટલુ જ નહી પણ સાથે સાથે રેલ્વે વિભાગનના આ એક્ઝિબિશનમાં બોટલ ક્રશ કરવાની સાથે મોબાઈલ નંબર નાખવાથી પાંચ રૂપિયા પેટીએમ રિવર્ડ પોઈન્ટ મળે છે.  તે મશીનમા મોબાઈલ ચાર્જીંગ માટે યુએસબી પોર્ટ પણ રાખવામા આવ્યો છે.
બે દિવસીય ચાલનાર આ ખાસ એક્ઝિબીશનમા બોટલ ક્રસીંગ મશીન સાથે પેઈન્ટીંગ કોમ્પીટીશન  તેમજ સેલ્ફી પોઈન્ટ પણ રાખવામા આવ્યો છે. જ્યાં DRM સહિત અન્ય અધિકારીએ બાળકો સાથે ફોટો પડાવ્યા છે.  સ્વચ્છતા પખવાડા હેઠળ યોજાયેલ એક્ઝિબિશનમા 11 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલાં સ્વચ્છતા પખવાડાની કામગીરી પણ દર્શાવવામા આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Valsad : Dadra Nagar Haveli businessman's son kidnapped - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2 ઓક્ટોબરથી કોઈ પ્રતિબંધિત 50 માઈક્રોન પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેને 500 રૂપિયા દંડ પણ નક્કી કરાયો છે.  તેની ડ્રાઈવ પણ ચાલી રહી છે.  રેલ્વે વિભાગના ડીઆરએમએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના બદલે પેપર કપ કે કુલડ કે ઝાડના પાન જેવી વૈકલ્પિક વસ્તુનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. આ એક્ઝિબિશને રેલ્વે સ્ટેશન પર એક અલગ જ માહોલ ઉભો કર્યો છે. રેલ્વે વિભાગના અધિકારીઓનું પણ માનવું છે કે તેમના આ પ્રયાસથી મુસાફરો સહિત લોકોમા જાગૃતિ આવશે અને રેલ્વે સ્ટેશન સહિત અન્ય સ્થળે સ્વચ્છતા જળવાશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતા પણ ટળશે.
Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192