સ્વચ્છતાને લઈ રેલવે વિભાગ દ્વારા ઉજવાયો સ્વચ્છતા પખવાડા, અનેક લોકોએ લીધો ભાગ

રેલવે સ્ટેશન પર 50 માઈક્રોન પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ સ્વસ્છતાને લઈને પણ રેલવે સ્ટેશન પહેલ ચલાવી રહ્યુ છે, ત્યારે 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉજવાઈ રહેલા સ્વચ્છતા પખવાડામાં 20 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા.

મહાત્મા ગાંધી જન્મ જયંતીને લઈને કરાઈ રહેલી ઉજવણીમાં 15 જેટલા સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમાં 64 એનજીઓ જોડાઈ અને તેમાં પણ શ્રમદાનના દિવસે 17 હજાર લોકોએ સ્વચ્છતા પખવાડામાં ભાગ લીધો. જે સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી, અધીકારીઓને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા

એટલુ જ નહી પણ સ્વચ્છતા પખવાડા હેઠળ કાલુપુર રેલ્વે સ્ટેશન પર યોજાયેલા બે દિવસીય એક્ઝિબીશનમાં વિવિધ લોકો સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે વિધાર્થીઓએ નાટક કરી, ગરબા રમી તેમજ સ્પર્ધામાં ભાગ લઈને લોકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક બંધને લઈને જાગૃતી આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. રેલવે વિભાગનું માનવુ છે કે તેમના આ પ્રયત્નોથી લોકો વધુને વધુ જાગૃત થશે અને રેલવે સ્ટેશન પર સ્વચ્છતા જાળવવાની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ થશે.

READ  વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ 'Namo Namo': નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો 'Namo Stall', જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192