નિત્યાનંદ આશ્રમનો વિવાદઃ નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ

નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ સામે આવ્યો ત્યારથી નંદિતા અને તેના બે સગીર ભાઈ-બહેનને અન્ય મકાનમાં રખાયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની પુષ્પક સિટીમાં આવેલા મકાનમાં તેમને રખાયાનો આરોપ નંદિતાની બહેને લગાવ્યો હતો. જ્યાં પોલીસે એક ટીમ મોકલીને તપાસ પણ કરી હતી. આશંકા સેવાઈ રહી હતી કે, કદાચ અહીં નંદિતા હોઈ શકે. જો કે, ત્યાં નંદિતા નહીં, પરંતુ આશ્રમની અન્ય 3 સેવિકાઓ હાજર મળી. આ સેવિકાઓને આખાય કેસ સાથે કોઈ સંબંધ ન હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.

READ  Top News Headlines @ 5 PM : 07-02-2017 - Tv9 Gujarati

આ પણ વાંચોઃ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો વિવાદ, ભાજપ દ્વારા આયોજીત સંકલ્પ યાત્રામાં રહ્યા હાજર!

પુષ્પક સિટીમાં જ 3 જેટલા મકાનો આશ્રમ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જે મકાનમાં તપાસ થઈ ત્યાં નિત્યાનંદની તસવીરો જોવા મળી. જો કે, મીડિયાને મકાનની અંદર પ્રવેશ અપાયો ન હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

આ આખાય મામલામાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. બે દિવસથી કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જો કે, પુષ્પક સિટીના સ્થાનિકોનું માનીએ તો, અહીંના 3 મકાનોમાં આશ્રમના લોકો રહેતા હોવાની વાતથી તેઓ અજાણ હોવાનું કહી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments