SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

સરકારી બૅંકોથી લોન લઈ દેશમાંથી ભાગેલા કારોબારી વિજય માલ્યાના ખાતાની વિગતો સ્વિટ્ઝરલૅંડ સરકાર સીબીઆઈને સોંપવા તૈયાર છે.

વિજય માલ્યાએ સ્વિટ્ઝરલૅંડની સર્વોચ્ચ અદાલત સમક્ષ સીબીઆઈમાં નંબર 2 રહેલા રાકેશ અસ્થાના પર ભ્રષ્ટાચારના આરોપનો મુદ્દો ઉઠાવી આ કાર્યવાહીમાં વિઘ્ન નાખવાની કોશિશ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

સીબીઆઈએ સ્વિસ ઑથોરિટીઝને અપીલ કરી હતી કે માલ્યાના 4 બૅંક ખાતાઓમાં મોજૂદ ફંડને બ્લૉક કરવામાં આવે. જિનેવાના સરકારી વકીલે માલ્યાના ત્રણ ખાતાઓ તથા તેનાથી જોડાયેલી પાંચ કંપનીઓની વિગતો શૅર કરવાની વાત કરી.

READ  કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

આ પણ વાંચો : દર્શકો ક્રિકેટર્સના ચોગ્ગા-છગ્ગા જોવા નથી આવતાં, આ અંપાયરને જોવા આવે છે, તમે ક્યારેય નહીં જોયો હોય આવો ‘ડાન્સિંગ અંપાયર’ : જુઓ VIDEO

વિગતો શૅર કરવાના ચુકાદાનો વિરોધ કરતા માલ્યાની સ્વિસ લીગલ ટીમ સ્વિટ્ઝરલૅંડની સુપ્રીમ કોર્ટ પહોંચી અને તેણે દલીલ આપી કે ભારતમાં પ્રોસેસમાં ખામી છે, કારણ કે માલ્યા વિરુદ્ધ તપાસ કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના જ ભ્રષ્ટાચારના આરોપી છે. માલ્યાએ માનવાધિકાર પર યૂરોપિયન કન્વેંશનના આર્ટિકલ 6નો સહારો પણ લીધો.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

પરંતુ સ્વિટ્ઝરલૅંડની ફેડરલ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે માલ્યા વિદેશી પ્રક્રિયામાં ખામી કાઢવા માટે અધિકૃત નથી. તે કોઈ ત્રીજા દેશમાં રહી રહ્યો છે અને ભારતનું પ્રત્યર્પણ પડતર છે. ક્રિમિનલ પ્રક્રિયાના સવાલ પર સંબંધિત દેશ નિર્ણય કરશે કે જ્યાં તે રહી રહ્યો છે.

READ  CBI ચિદમ્બરમને રાખવા તૈયાર નથી, SCના આદેશ પર વધુ 2 દિવસ રહેશે કસ્ટડીમાં

આ પણ વાંચો : ક્યારેક લાલ, ક્યારેક કેસરી, તો ક્યારેક લીલી પાઘડીમાં જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીનો LOOK, જુઓ આજે કઈ પાઘડી પહેરી છે મોદીએ

સ્વિસ કોર્ટના જણાવ્યા મુજબ બ્લૉક કરાયેલા 4 ખાતાઓમાંથી એક વિજય માલ્યાનું નામ છે અને ત્રણ અન્ય ડ્રાયટન રિસોર્સિસ, બ્લૅક ફૉરેસ્ટ હોલ્ડિંગ્સ તથા હૅરિસન ફાઇનાંસના છે.

READ  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પોતાની સરકાર પર પ્રહાર, કહ્યું કે સરકાર જ્યાં હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે!

નોંધનીય છે કે લિકર કારોબારી વિજય માલ્યા સરકારી બૅંકોથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઈ વિલફુલ ડિફૉલ્ટર થઈ ગયો. તે દેશ છોડીને બ્રિટનમાં રહી રહ્યો છે.

[yop_poll id=823]

Oops, something went wrong.
FB Comments