IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?

રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને આપ્યો આ જવાબ

આ પણ વાંચો :  કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

અસમમાં પહેલાથી વિરોધ પ્રદર્શન યથાવત છે અને ટી20 સીરીઝનો પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રાખવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકાનો મેચ જોવા આવનારા લોકોની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. મેચમાં કોઈ ઘટના ના ઘટે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

READ  252 વર્ષથી કાશીમાં છે મા દુર્ગાની મૂર્તિ, જાણો કેમ નથી થઈ શક્યું વિર્સજન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોસ્ટર્સ-બેનર્સ તો ઠીક પાણી પણ લઈ જવાની મનાઈ

રવિવારના રોજ પ્રથમ ટી-20 મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજાની સાથે ટકરાશે. ભારે સુરક્ષાના લીધે બેનર પોસ્ટર્સ અને માર્કર પણ લઈ જવાની પરવાનગી આપવામાં આવી નથી. લોકોએ પાણી પણ અંદર લઈ જઈ શકશે. ખાદ્યપદાર્થો દર્શકોએ અંદર જઈને ખરીદવાના રહેશે. આમ બોર્ડ દ્વારા ભલે કહેવામાં આવી રહ્યું હોય કે સીએએ કાયદાને લઈને બેનર પોસ્ટર્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જો કે લોકો માની રહ્યાં છે કે વિરોધ પ્રદર્શન ક્રિકેટના સ્ટેડિયમ સુધી ના પહોંચે તે માટે જ આ તકેદારી રાખવામાં આવી છે.

READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments