કોરોનાથી ક્રિકેટ લોકડાઉન! ICC એ T-20 વર્લ્ડ કપના કાર્યક્રમો કર્યા સ્થગિત

t20-world-cup-icc-postpones-all-qualifying-events-indian-cricket-team

કોરોનાએ રમતગમતની દુનિયાને સંપૂર્ણ સ્થિર કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 30 જૂન પહેલા યોજાનારી તમામ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્સ મુલતવી રાખી છે. કોરોનો વાઈરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 21,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જીવલેણ વાઈરસથી 4,00,000 થી વધુ લોકો ચેપગ્રસ્ત છે.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

 

ICC એ તમામ ઇવેન્ટ્સને જૂનના અંત સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, આ નિર્ણય લેતી વખતે ખેલાડીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ચાહકોના સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમારી અગ્રતા છે. ICC મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર શ્રીલંકામાં 3 થી 19 જુલાઇ દરમિયાન યોજાનાર છે. તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે અને સમીક્ષા પણ ચાલી રહી છે. પુરૂષોની ICC T-20 વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસ પણ એપ્રિલથી શરૂ થશે નહીં. ICC કહ્યું, અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને ટ્રોફી ટૂર પર બાદમાં નિર્ણય લઈશું.

READ  બાલાકોટ એરસ્ટ્રાઈક કરનાર 5 પાયલોટને મળશે વાયુસેના મેડલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-એ, એશિયા, યજમાન – કુવૈત, 16-21 એપ્રિલ

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ પેટા પ્રાદેશિક ક્વોલિફાયર્સ – આફ્રિકા, યજમાન – દક્ષિણ આફ્રિકા, 27 એપ્રિલ – 3 મે

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ના યજમાન – નમિબીઆ, 20- 27 એપ્રિલ

READ  મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર – યુરોપ, યજમાન – સ્પેન, 16- 22 મે

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ – 2, હોસ્ટ – પી.એન.જી. 9, 16 જૂન

આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-સી, યુરોપ, યજમાન – બેલ્જિયમ, 10 – 16 જૂન

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાય-બી એશિયા, યજમાન – મલેશિયા, 26 જૂન – 2 જુલાઈ

READ  IND vs WI: ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે જ્યારે 12 ખેલાડીઓએ કરી બેટિંગ, જાણો કેમ

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર-બી યુરોપ, હોસ્ટ – ફિનલેન્ડ, 24 – 30 જૂન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments