દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલને સરપ્રાઇઝ આપવું બહુ ફાવે છે અને સામાનન્ય રીતે તે ગોકુલધામ વાસીઓને આશ્ચર્યમાં નાખતો રહે છે. હવે તે ગોકુલધામ વાસીઓને સ્ટૅચ્યૂ ઑફ યુનિટી લઈ જવાનો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દુનિયાનો પહેલો ટીવી શો બન્યો છે કે જેમે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પર શૂટ કર્યું છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના આગામી એપિસોડ્સમાં જેઠાલાલ બનેલો દિલીપ જોશી કંઇક આવું જ સરપ્રાઇઝ સૌ ગોકુલધામ વાસીઓને આપવાનો છે.

જેઠાલાલે સૌને આમંત્રણ આપશે કે તેઓ સૌ સાથે વડોદરા આવે અને સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પર થઈ રહેલી પતંગાજીના તહેવારમાં ભાગ લે. તેમાં વિદેશથી આવેલા ઘણા બધા લોકો જુદા-જુદા પ્રકારની રંગેબિરંગી પતંગો ચગાવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હકીકતમાં સીરિયલમાં કંઇક આવું થાય છે કે જેઠલાલ સૌને સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરે છે. જેઠાલાલની જાહેરાતથી સૌ જોશમાં આવી જાય છે અને તૈયારીઓમાં જોતરાઈ જાય છે.

આપ પણ વાંચો : કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

જ્યારે સૌ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પહોંચે છે, તો ચોંકી જાય છે. તારક મહેતાની આખી ટીમ સ્ટૅચ્યૂ ઑફ યુનિટીી સામે ઊભી રહી સરદાર પટેલને સન્માન આપે છે.

આ પ્રસંગે સીરિયલમાં આત્મારામ ભિડેનું પાત્ર ભજવતો મંદાર ચંદાવરકરે કહ્યું, ‘નરેન્દ્ર મોદી જી દ્વારા બનાવવામાં આવેલ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી આપણા માટે ગૌરવનું પ્રતીક છે. મને અહીં આવીને જેટલું માન મળ્યું છ, તેનાથી હું ગૌરવાન્વિત અનુભવું છે.’

આ પણ વાંચો : જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે કહ્યું, ‘ખૂબ સુંદર અનુભવ હતો.’

આપ પણ જુઓ Videos :

https://www.instagram.com/p/BsabIXGA4Vd/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BsZr_PJl6j9/?utm_source=ig_embed

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Case of prisoner running away from Surat Civil hosp; Police nabs one person in the matter

FB Comments

Hits: 1400

Comments are closed, but trackbacks and pingbacks are open.