આજથી તાજમહેલ જોવું થયું ઘણું મોંઘુ, શું છે નવો ભાવ ?

donald-trump-and-melania-visit-taj-mahal-agra-

તાજમહેલ જોવાના ભાવમાં થયો પાંચ ગણાનો વધારો

દુનિયાભરમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ ધરાવતું અને દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ એવી દુનિયાની સૌથી સુંદર ઈમારત તાજમહેલને જોવુ આજથી મોંઘું થયુ છે. અગાઉ જે ટિકિટ ચાર્જ રૂ. 50 હતો તે હવે સીધો પાંચ ગણો વધી ગયો છે અને તે જોવા માટે ગઈકાલ સુધી તાજમહેલ જોવા માટે ભારતીય પર્યટકો પાસે ટિકિટ ચાર્જ 50 રૂપિયા હતો તે વધારીને 250 કરવામાં આવ્યો છે.

આ તરફ વિદેશી પર્યટકો માટે તાજમહેલની ટિકિટ ચાર્જ 1100 રૂપિયા હતો તે વધારીને 1300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, મહત્વનું છે કે તાજમહેલ જોવા માટે રોજનાં 35 થી 40 હજાર પર્યટકો આવે છે, અને રજાના દિવસે પર્યટકોની સંખ્યા 60 થી 70 હજાર સુધી પહોંચી જાય છે.

READ  અમદાવાદમાં રખડતા શ્વાનની સમસ્યાના નિરાકરણ માટે ખસીકરણ કાર્યક્રમ અમલ કરવામાં આવ્યો

આ પણ વાંચો : 600 અંક તૂટ્યું સેન્સેક્સ! આખરે શેરબજારમાં કેમ મચ્યો હાહાકાર? એગ્ઝિટ પૉલ કે અમેરિકા, કોણ જવાબદાર?

શા માટે કરવામાં આવ્યો ભાવ વધારો ? 

હાલમાં સર્વે દ્વારા તાજ ભીડ મેન્જમેન્ટ માટે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા ટિકિટના ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું છે. ભાવ વધારાની સાથે તાજમહેલમાં પર્યટકો માટે સમય મર્યાદા પણ આગામી સમયમા નક્કી કરવામાં આવશે જેમા તાજમહેલ જોવા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે.

READ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

સુપ્રિમ કોર્ટનો ઠપકો ? 

એટલું જ નહીં અગાઉ તાજમહેલની સ્થિતિ અંગે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો પણ આપ્યો હતો, અને કહ્યું કે જો યૂનેસ્કો 17મી સદીની આ મુગલ સ્મારકને તેમની વર્લ્ડ હેરિટેજ યાદીથી બહાર કરે તો તમે શું કરશો ? અને ત્યાર બાદ ટિકિટના ભાવ વધારી ભીડ મેનેજમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કહ્યું કે, આ એક વર્લ્ડ હેરિટેજ છે. શું થશે જ્યારે યૂનેસ્કો કહેશે કે તેમણે તાજ મહેલથી વર્લ્ડ હેરિટેજની સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી છે.

READ  ગુજરાતમાં વિરામ બાદ વરસ્યો મેહુલિયો, લોકોમાં ખૂશીનો માહોલ

[yop_poll id=”182″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

 

FB Comments