ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

પ્લાસ્ટિકના વપરાશને લઈને સરકાર પગલાઓ લઈ રહી છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાઈ તો તેની પર ભારે દંડ કરવામાં આવી રહ્યો છે. સરકારી ઓફિસમાં આવો કિસ્સો સામે આવ્યો ત્યારે જિલ્લા અધિકારીએ પોતાના પર 5000 હજારનો દંડ ફટકાર્યો હતો. કલેક્ટરે પોતે જ પ્લાસ્ટિક કપમાં ચા પીધી હોવાથી પોતાની પર ભારે દંડ ફટકાર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નરેન્દ્ર મોદી શપથ લઈને વડાપ્રધાન તો બની ગયા પણ કાશીના વિદ્ધાનોની આ વિનંતીને ના સ્વીકારી!

આ પણ વાંચો ;’  જૂનાગઢ: માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને તેમાં પત્રકારો માટે ચા રાખવામાં આવી હતી.ચા આપવાનો કોન્ટ્રાક જિલ્લા કલેક્ટર દ્વારા રાખવામાં આવ્યો હતો. જ્યારે એક પત્રકારે સવાલ કર્યો કે આ તો પ્લાસ્ટિકનો કપ છે જેમાં ચા આપવામાં આવી છે.

READ  PM મોદી વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં ચા વેચતા તે જગ્યાને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પત્રકારના સવાલ બાદ જિલ્લા કલેક્ટરે કપને જોયો તો ખબર પડી કે આ સેમી પ્લાસ્ટિકનો બનેલો કપ છે. આ બાદ તેઓએ પોતાની પર જ દંડાત્મક કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકને લઈને ભારે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે ત્યારે એક કલેક્ટરે પોતે જ કાયદાનો ભંગ કર્યો હોવાથી પોતાની પર જ દંડ ફટકાર્યો હતો. આ પહેલો કિસ્સો હશે કે કોઈ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને કલેક્ટરે પોતાના પર જ કાર્યવાહી કરી હતી.

READ  પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા

 

Top News Stories From Mumbai: 25/1/2020| TV9News

FB Comments